વસંત પંચમી કે ધોકા પંચમી?
- નિરાલા અને જવાહરલાલ નહેરૂના તેઓ એકદમ નજીકના હતા. બન્ને ભેગા થતા ત્યારે જાતે ચા બનાવીને એક બીજાને આગ્રહ કરીને પાતા.
વાસંતી કવિ, વાસંતી વાર્તાકાર, વાસંતી નાટકકાર, વાસંતી નવલકથાકાર, વાસંતી નિબંધકાર, વાસંતી કથાકથનકાર, વાસંતી માનવી : નિરાલા.
સૂર્યકાન્ત ત્રિપાઠી નિરાલા - દરેક રીતે નિરાલા માનવી હતી. તેમનું વ્યક્તિત્વ જ સાવ નિરાલા પ્રકારનું હતું. વસંત પંચમી, ૨૧ ફેબુ્રઆરી ૧૮૯૯ના રોજ તેમનો જન્મ થયો હતો.
પરિશ્રમથી અભ્યાસ કરીને વાર્તાઓ લખીને કહીને પ્રવચનો કરીને તેઓ જિંદગી ખડી કરતાં. શ્રોતા ઉપરનો કથાનક કે કવિતાનો પ્રભાવ નિહાળતા પછી જ તેઓ પુસ્તક તૈયાર કરતા. પોતાના કથાનકનાં ચિત્રો પણ પોતે જ તૈયાર કરતા. કોઈ પણ એક શાખા પકડી હોત તો તેમાં પણ તેઓ અગ્રેસર જ રહ્યા હોત. કાવ્યમાં કે વાર્તામાં જ્યાં કુદરતનાં વર્ણન આવે ત્યાં તે રોકાઈ જતાં. છતાં એ વર્ણનો મૂળ કૃતિને કદી અવરોધતાં નહીં. તેઓ નેતા હતા, સંત હતા, સાહિત્યકાર હતા, સાદાઈ અને નૈસર્ગિકતા તેમના જીવનશૈલી હતી. ભારતના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂના તેઓ એકદમ નજીકના હતા. બન્ને ભેગા થતા ત્યારે જાતે ચા બનાવીને એક બીજાને આગ્રહ કરીને પાતા.
તેમના સાદાઈ, સ્વતંત્રતા, સજ્જનતા, સદગુણ, સિધ્ધાતપ્રિયતા, સંઘર્ષ ગૂંથ્યા પુસ્તકોનું વેચાણ ઘણું ઊંચુ રહેતું. આજે પણ છે. ૧૯૭૬માં સરકારે તેમની પચીસ પૈસાની ટપાલ ટિકિટ બહાર પાડી હતી. ૬૦ વર્ષની ઊંમરે તેમનું કુદરતી રીતે અવસાન થયું હતું. તેમના સર્જનમાં છે-
કવિતા પુસ્તકો : રામ કી શક્તિપૂજા, ધ્વનિ, અપરા, સરોજ સ્મૃતિ, ગીતિકા, અનામિકા, ચમેલી, કુકુરમુત્તા
નવલકથા : અપ્સરા, અલક્ષ, નિરૂપમાં પ્રભાવિત, ચોટી કી પકડ, ઈન્દુલેખા, કાલે કારનામે
વાર્તાસંગ્રહ : સાખી, લીલી, દેવી, ચતુરી ચમાર, સુકુલ કી બીવી
ફિલસુફી, નિબંધ : પ્રબંધ પરિચય, બંગભાષાકા ઉચ્ચારણ, રવીન્દ્ર કવિતા કાનન, ચાબુક, ચયન, સંઘર્ષ
વિવિધ : કુલ્લીભાર, બિલેસર બકરિહા,
અનુવાદ : આનંદમઠ, વિષ-વૃક્ષ, કૃષ્ણકાન્તનું વિલઘ કપાલ-કુંડલા, દુર્ગેશ નંદિનિ, રાજરાણી, ભારતમે વિવેકાનંદ, રાજયોગ!
તેમની સંપૂર્ણ યાદી એટલી મોટી છે કે સાહિત્યિક સામયિક તે છાપી શકે. તેમની ભાષા સરળ, કાવ્યાત્મક, વિનોદી, અલંકારિક, વાસંતી. તેમના વિવિધ પુસ્તકો રાષ્ટ્રભાષાના વર્ગોમાં પાઠયપુસ્તકો તરીકે સામેલ છે.
- હરીશ નાયક