Get The App

અવકાશમાં સૌ પ્રથમ .

Updated: Jan 21st, 2022


Google NewsGoogle News
અવકાશમાં સૌ પ્રથમ                                 . 1 - image


* વિશ્વનો પ્રથમ સેટેલાઇટ સ્પુટનિક-૧ ઇ.સ. ૧૯૫૭ના ઓક્ટોબરની ચોથી તારીખે રશિયાએ અવકાશમાં છોડેલો.

* વિશ્વના પ્રથમ પુરુષ અવકાશયાત્રી યુરી ગેગેરિને રશિયાના વોસ્તોક-૧૦ મિશનમાં ૧૯૬૧ના એપ્રિલની બાર તારીખે એક કલાક ૪૮ મિનિટ અવકાશમાં વિતાવેલી.

* વિશ્વની પ્રથમ મહિલા અવકાશયાત્રી વેલેન્ટીના ટેરેશ્કોવાએ ૧૯૬૩ના આઠમી જૂને બે દિવસ ૨૨ કલાક ૫૦ મિનિટ અવકાશમાં વિતાવેલી.

* પ્રથમ સ્પેસવોક કરનાર અવકાશયાત્રી એલેક્સ લીઓનોવે ૧૯૬૫ના માર્ચની ૧૮ તારીખે વોસ્ખોડ-૨ મિશનમાં સ્પેસવોક કરેલું.

* ચંદ્રની સપાટી પર પ્રથમ માનવવિહિન યાન લૂના-૨ ૧૯૫૯ના સપ્ટેમ્બરની ૧૩ તારીખે ચંદ્ર પર ઉતરેલું.


Google NewsGoogle News