Get The App

આ વાત જાણો છો ? .

Updated: Nov 18th, 2022


Google NewsGoogle News
આ વાત જાણો છો ?                                . 1 - image


- અંગ્રેજીમાં પખવાડિયાને 'ફોર્ટનાઈટ' કહે છે તે ૧૪ રાત્રિનો સમયગાળો છે. ૧૫ દિવસનો નહીં.

- જહાજની નીચે દરિયાની ઊંડાઈ માપવા માટે બેથોમીટર વપરાય છે.

- બ્લડ પ્રેશર માપવાના સાધનને 'સ્ફીગ્મોમેનોમીટર' કહે છે.

- સામાન્ય વીજળીનો ચમકારો ચાર ઇંચ પહોળો અને લગભગ ત્રણ કિલોમીટર લાંબો હોય છે.

- ભૂકંપની તીવ્રતામાં રિક્ટર સ્કેલના પ્રત્યેક આંક ૩૨ ગણી શક્તિનો ગણાય છે. ૫ની તીવ્રતાના ભૂકંપ કરતાં છની તીવ્રતાનો ભૂકંપ ૩૨ ગણો શક્તિશાળી હોય છે.

- પૃથ્વી પર આદિકાળમાં વસનારા પ્રાણીઓ પૈકી ૯૯.૯૯ ટકા પ્રાણી માનવીની ઉત્પત્તિ પહેલાં જ નાશ પામેલા.

- ૧૦ ઇંચ બરફવર્ષાનું પ્રમાણ એક ઇંચ પાણીની વર્ષા જેટલું થાય.


Google NewsGoogle News