ફન ટાઈમ .
પતિ પત્નીને કહે - 'સાંભળે છે? આજે તો એવી ચા બનાવ કે મારા રોમ-રોમમાં
દીવા થાય!'
પત્ની કહે - 'તો ચામાં દૂધ નાખું કે કેરોસીન?'
પપ્પુ : મમ્મી, ભૂખ લાગી છે.
મમ્મી : થોડી વાર રાહ જો. આજે હું ભેળ બનાવવાની છું.
પપ્પુ : પણ મમ્મી, મમરા તો હું ખાઈ ગયો.
મમ્મી : કશો વાંધો નહીં, ડુંગળીનું શાક બનાવી દઈશ.
પપ્પુ : પણ મેં ડુંગળી સાથે તો મમરા ખાધા.
મમ્મી : રોટલી તો છેને? બટેટાનું શાક બનાવી નાખીશ.
પપ્પુ : રોટલી પૂરી થઈ ગઈ ને તોય ભૂખ લાગી હતી એટલે તો ડુંગળી સાથે મમરા ખાવા પડયા.
મમ્મી : તો હવે તારે મારા હાથનો માર જ ખાવાનો
બાકી રહ્યો...
૨૦ રુપિયાની ફાટેલી નોટ ક્યાંય ચાલતી નહોતી.
માંડ માંડ એક જગ્યાએ એ ફાટેલી નોટ ચલાવીને દૂધની કોથળી ખરીદી.
ઘરે આવીને ચા બનાવી તો
ચા ફાટી ગઈ!