Get The App

ફન ટાઈમ .

Updated: Sep 30th, 2022


Google NewsGoogle News
ફન ટાઈમ                                      . 1 - image


ટીચરે બાળકોને રામાયણની વાર્તા કહી સંભળાવી. મન્નુ ઊભો થઈને કહે : ટીચર, મને ખબર છે, રામ કેટલા વાગે વનવાસ માટે નીકળ્યા હતા. 

ટીચર નવાઈ પામીને કહે : કેટલા વાગે? 

મન્નુ કહે : સવાનવ. 

ટીચરે પૂછ્યું : તને કેવી 

રીતે ખબર? 

મન્નુએ શાંતિથી કહ્યું : વનવાસ શબ્દ ઊલટો વાંચો તો! 

ટીચર મૂર્છિત થઈ ગયા!

ચંચળ ચંપકને ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું : બીઆરટીએસનું ફુલ ફોર્મ 

શું છે? 

ચંચળ ચંપકે ફટાક્ કરતો જવાબ આપ્યો : બાજરાનો રોટલો ટમેટાનું શાક! 

રતનિયો : હલ્લો, કસ્ટમર કેર? 

એક્ઝિક્યુટિવ : યેસ, પ્લીઝ? હાઉ કેન આઇ હેલ્પ યુ? 

રતનિયા : મારો મેલ જતો નથી. 

એક્ઝિક્યુટિવ : તો નાહી લ્યો. તોય ના જાય તો ડિલે ઠીકરું ઘસી લેજો. મેલ નીકળી જશે. તમારી બીજી કોઈ સહાયતા કરી શકું છું?


Google NewsGoogle News