જિનેટિક વિજ્ઞાાનનો પ્રણેતા : ગ્રેગોર મેન્ડેલ
- વિશ્વના વિજ્ઞાનીઓ
મા ણસ, પશુપક્ષીઓ અને વનસ્પતિના શરીરની રચના અને લક્ષણો વારસાગત હોય છે. દરેક સજીવને પોતાનો વંશવેલો હોય છે. આ ક્ષેત્રના અભ્યાસને જિનેટિકસ કહે છે. આ વિજ્ઞાનનો પાયો ગ્રેગોર મેન્ડેલે નાખ્યો હતો. આ શોધ પછી જીન અને ડીએનએની શોધ થઈ હતી. આ સંશોધનથી ઘણાં રોગોની સારવાર શક્ય બની અને જિનેટિક વિજ્ઞાાનની અલગ શાખા શરૂ થઈ.
મેન્ડેલનો જન્મ ઇ.સ. ૧૮૨૨ના જુલાઈની ૨૦ તારીખે ઓસ્ટ્રીયામાં થયો હતો. બાળવયમાં તે ખેતર અને બગીચાની સારસંભાળ રાખવાનું કામ કરતો. ઓલોમુક યુનિવર્સિટીમાં ફિલોસોફી અને ફિઝિક્સનું ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરીને કારકિર્દી શરુ કરી. યુનિવર્સિટીના નેચરલ હિસ્ટ્રી વિભાગમાં વનસ્પતિના વંશવેલા અંગે સંશોધનો થતા હતા.
મેન્ડેલે તેમાં અભ્યાસ કર્યો અને સાથે સાથે પાદરી પણ બન્યો. પાદરી બન્યા પછી તેનું નામ ગ્રેગોર રાખ્યું. તે વિયેનામાં ચર્ચમાં પાદરી તરીકે જોડાયો. સેન્ટ થોમસ ચર્ચમાં રહીને તેણે મધમાખી અને
વનસ્પતિનો ઉછેર કરી સંશોધનો કરવાનું ચાલુ રાખ્યું. તેણે ૨૯૦૦૦ જેટલા વટાણાના છોડ ઉછેરી તે વારસાના ચોક્કસ નિયમો જાળવી રાખે છે તેવી શોધ કરી અને અભ્યાસ નિબંધ લખ્યો.
શરુઆતમાં તેની ટીકા થઈ અનેતેની વાત કોઈએ સ્વીકારી નહીં ઇ.સ. ૧૮૮૪ની જાન્યુઆરીની છઠ્ઠી તારીખે તેનું અવસાન થયેલું ત્યારબાદ ૧૯૦૦ પછી જીવવિજ્ઞાન ક્ષેત્રે ઘણાં સંશોધનો થયા ત્યારે મેન્ડેલે કરેલા સંશોધનો સાચા હોવાનું જણાયું અને તેના સિદ્ધાંતનો જગતભરમાં સ્વીકાર થયો.