દાદાજીનાં ચશ્માં .
- 'બેટા, તારા ઇન્ટરનેટના લીધે તો મારું આ કામ બહુ જ સરળ થઈ ગયું. મને હવે સમજાય છે કે ઇન્ટરનેટ ખરા અર્થમાં કેટલું મદદગાર છે!'
કિરણ પુરોહિત
મો ન્ટુને તેનાં દાદા દાદી સાથે બહુ બનતું. દાદી તેને અવનવી વાનગી બનાવીને ખવડાવતા. ક્યારેક દાદી ધામક વાર્તા કહેતાં. મોન્ટુને દાદા પાસેથી તેમના જમાનાની જૂની વાતો સાંભળવી બહુ ગમતી. દાદા પાસે તો વાર્તાઓનો ખજાનો હતો. દાદાની કહેલી ઘણી વાર્તા મોન્ટુ કોમ્પ્યુટરમાં બતાવતો. પોતાની વાર્તા કોમ્પ્યુટરમાં જોઈને દાદા-દાદી ખુશ થઇ જતાં.
એકવાર મોન્ટુનાં મમ્મી-પપ્પાને એક પ્રસંગે મામાની ઘરે જવાનુ થયું.
મોન્ટુ દાદા-દાદી પાસે રહ્યો.
મોન્ટુ એક હોશિયાર અને જિજ્ઞાાસુ બાળક હતો. તે લગભગ દરેક વાતમાં ઇન્ટરનેટની મદદ લેતો.
એક દિવસ દાદાજી ખૂબ જ પરેશાન દેખાતા હતા. મોન્ટુએે પુછયું, 'દાદા, તમે શું ચિંતામાં છો?'
દાદાજી બોલ્યા, 'મારાં ચશ્માં તૂટી ગયાં છે. કોઈ દુકાનમાં રીપેર કરાવવા પડશે. કઈ દુકાનમાં રીપેર કરાવવા તે ખબર નથી. જે દુકાનમાં જતો હતો, એ તો હવે બંધ થઈ ગઈ છે. તારાં મમ્મી-પપ્પા પણ નથી નહીંતર એ રીપેર કરાવી આવત.'
મોન્ટુ સ્મિત સાથે બોલ્યો, 'દાદા, તમે ચિંતા ન કરો! હું તમારાં ચશ્માં રીપેર કરાવી દઈશ.'
મોન્ટુ પોતાનું ટેબ્લેટ લઈને બેસી ગયો અને ઇન્ટરનેટ પર શોધવાનું શરૂ કર્યું. થોડી જ મિનિટોમાં તેણે નજીકની ચશ્માંં રીપેરની સવસ આપતા દુકાનનો સરનામું શોધી કાઢયું.
'આ લ્યો, દાદા! આ રહી એક નવી ચશ્માં રીપેરીગની દુકાન, જે અત્યારે જ નજીકમાં ખુલ્લી છે,' મોન્ટુ દાદાજીને સરનામું બતાવતો બોલ્યો.
દાદાજી આ બધું જોઈને અચંબિત થઈ ગયા. 'અરે મોન્ટુ, તું તો કમાલ છે! હવે મારાં ચશ્માં રીપેર થઇ જશે!'
મોન્ટુ કહે, 'હા, દાદાજી.'
દાદા કહે, 'પણ આવા તડકામાં આપણે ચશ્માં રીપેર કરવા કેમ જઈશું?
મોન્ટુ બોલ્યો, 'દાદા, તમે ચિંતા કરો નહીં. આપણે બહાર જવાની જરૂર નથી. ચશ્માંંવાળાની ઓનલાઇન સવસ પણ છે. એ લોકો આવીને ચશ્માં લઈ જશે અને પછી રીપેર કરીને પાછા ચશ્માંં આપી જશે. આને પિકઅપ સવસ કહેવાય.'
દાદાજી આ સાંભળી નવાઈમાં પડયા. 'મોન્ટુ, તું મને રોજ નવા નવા ચમત્કારો બતાવે છે!'
મોન્ટુએ એ ઓનલાઇન સવસ બુક કરી દીધી. થોડા જ સમયમાં ચશ્માંં પિક-અપ પણ થઈ ગયાં.
બીજા જ દિવસે રિપેર થઈ ગયેલાં ચશ્માં દાદાજીને ઘરબેઠા મળી ગયાં. તે એકદમ નવા જેવાં ચમકતા લાગતાં હતાં. દાદાજી ખુશ થઈને મોન્ટુને બોલ્યા, 'બેટા, તારા ઇન્ટરનેટના લીધે તો મારું આ કામ બહુ જ સરળ થઈ ગયું. મને હવે સમજાય છે કે ઇન્ટરનેટ ખરા અર્થમાં કેટલું મદદરૂપ છે!'
મોન્ટુ હસીને બોલ્યો, 'હા દાદા, જો આપણે તેને સાચી રીતે ઉપયોગ કરીએ તો ઇન્ટરનેટ તો બહુ કામની વસ્તુ છે.'
આ રીતે, મોન્ટુએ દાદાજીને ઇન્ટરનેટની મદદથી ચશ્માંનાં રીપેરીંગનો પ્રશ્ન હલ કરી આપ્યો. દાદાજી મોન્ટુની હોશિયારીની પ્રશંસા કર્યા વિના રહી શક્યા નહીં.