ખોવાયેલાને શોધી આપતી જીપીએસ સિસ્ટમ
જૂના જમાનામાં પ્રવાસીઓ અને સાગરખેડૂઓ પોતે પૃથ્વી પર ક્યા વિસ્તારમાં છે. તે જાણવા મોટા મોટા નકશાઓ, આકાશના તારાની સ્થિતિ તેમજ હોકાયંત્ર પર આધાર રાખતા આજે પૃથ્વી પર કોઈપણ વ્યકિત કઈ જગ્યાએ છે તે જીપીએસ સિસ્ટમ દ્રારા બે મિનિટમાં જ જાણી શકાય છે. આ માટે જીપીએસ રીસીવર વસાવવું પડે છે. જીપીએસ એટલે ગ્લોબલ પોઝિશનિંગ સીસ્ટમ
પૃથ્વીની આસપાસ ૨૭ સેટેલાઈટના ઉપયોગથી જીપીએસ સીસ્ટમ કામ કરે છે. અને ૧૯,૩૦૦ કિમીની ઉંચાઈ અવકાશમાં સતત ધૂમતા રહે છે. એક દિવસમાં પૃથ્વીની બે પ્રદક્ષિણા કરે છે. એટલે ગમે ત્યારે પૃથ્વીના ગમે તે સ્થળે થી આ ૨૭માંથી એક સેટેલાઈટ તો દેખાય જ. ટૂંકમાં આ બધો સેટેલાઈટ પૃથ્વી સાથે એવી રીતે સંકળાયેલા છે કે પૃથ્વીનો કોઈ પણ ખૂણો તેમની નજરથી બહાર ક્યારેય જતો નથી. હવે તમારી પાસે જીપી એસ રીસીવર હોય તો રીસીવરમાં આમાની કોઈપણ સેટેલાઈટ તમારા રીસીવર સાથે જોડાયેલો હોય છે. અને તે તમારું સ્થાન દર્શાવે છે.