એલ્યુમિનિયમનો શોધક ફ્રેડરિક વ્હીલર
- વિશ્વના વિજ્ઞાાનીઓ
ઓ ર્ગેનિક રસાયણશાસ્ત્ર અનેક રાસાયણિક ઉદ્યોગોમાં ઉપયોગી થયું છે. આ ક્ષેત્રમાં ફ્રેડરિક વ્હીલરનામ અગ્ર હરોળમાં ફ્રેડરિક વ્હીલરે યુરિયાનું પૃથક્કરણ કરવાની પધ્ધતિ શોધીને કૃત્રિમ ખાતર બનાવવાનું શક્ય બનાવ્યું હતું. આ ઉપરાંત તેણે એલ્યુમિનિયમ ધાતુની પણ શોધ કરી હતી.
ફ્રેડરિક વ્હીલરનો જન્મ ઇ.સ.૧૮૨૩ના જુલાઈની ૩૧ તારીખે હાલના જર્મનીના ફ્રેન્ડફર્ટ ખાતે થયો હતો. ફેડરિકે તબીબી શાસ્ત્રનો અભ્યાસ કર્યા બાદ સ્ટોકહોમમાં શિક્ષક તરીકે જોડાયો હતો. ત્યારબાદ બર્લિનની પોલિટેકનિક સ્કૂલમાં રસાયણશાસ્ત્રનો પ્રાધ્યાપક બનેલો.
વ્હીલર ઓર્ગેનિક કેમસ્ટ્રીનો પિતામહ કહેવાય છે. ઇ.સ. ૧૮૨૮માં તેણે યુરિયાના પૃથ્થકરણની પધ્ધતિ શોધેલી. આ ઉપરાંત તેણે બેરીલિયમ સીલીકોન, નાઇટ્રાઇટ અને કેલ્શિયમ કાર્બાઇડ ધાતુઓ પણ શોધેલી. જાણીતા વિજ્ઞાાની હમ્ફ્રી ડેવીએ પોટેશિયમની શોધ કરેલી અને તેમાંથી ધાતુ છૂટી પાડવાના નિષ્ફળ પ્રયોગો કર્યા હતાં. વ્હીલરે આ પ્રયોગો આગળ વધારી ૧૮૨૭માં હળવી ધાતુ એલ્યુમિનિયમની શોધ કરી હતી. વ્હીલરે પૃથ્વી પર પડેલી ઉલ્કાના પથ્થરોનો પણ રાસાયણિક અભ્યાસ કર્યો હતો. રસાયણ ક્ષેત્રે સંખ્યાબંધ સંશોધનો કરીને તે વિશ્વ પ્રસિધ્ધ થયો હતો. તેના શિષ્યોમાંના ઘણા શિષ્યો રસાયણશાસ્ત્રના જાણીતા વિજ્ઞાાની બનેલા. ઇ.સ. ૧૮૮૨ના સપ્ટેમ્બરની ૨૩ તારીખે વ્હીલરનું જર્મનીમાં મૃત્યુ થયું હતું.