ધૂમકેતુઓનો શોધક યુજીન મર્લ શૂમેકર
વિશ્વના વિજ્ઞાનીઓ
બ્રહ્માંડ અને અવકાશના સંશોધનો કરવામાં ઘણાં વિજ્ઞાાનીઓનો ફાળો છે. અવકાશી પદાર્થોની અથડામણ વિશે બહુ ઓછા વિજ્ઞાાનીએ સંશોધનો કર્યા છે. પૃથ્વી પર ઉલ્કા પડવાથી પડેલા ખાડાઓની શોધ સૌપ્રથમ જીન શૂમેકરે કરેલી. અવકાશી અથડામણોનું આગવું વિજ્ઞાાન શૂમેકરે ઊભું કર્યું હતું. અવકાશના સુવ્યવસ્થિત અભ્યાસનો તે પ્રણેતા હતો. તેણે લગભગ ૩૦ જેટલા ધૂમકેતુની શોધ કરી હતી.
યુજીન મર્લ શૂમેકરનો જન્મ અમેરિકાના લોસ એન્જેલસમાં ઈ.સ. ૧૯૨૮ના એપ્રિલની ૨૮ તારીખે થયો હતો. તેના માતાપિતા શિક્ષક હતા. શૂ મેકરને બાળપણથી જ ખડકો અને ખનીજોના અભ્યાસમાં રસ હતો. ૧૬ વર્ષની વયે તે ગ્રેજ્યુએટ થયો હતો. ત્યારબાદ કેલિફોર્નિયા ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજીમાં માસ્ટરની ડિગ્રી મેળવી શિક્ષકની કારકિર્દી શરૂ કરી હતી. તેના ઘણા વિદ્યાર્થીઓ તેનાથી મોટી વયના હતા.
શૂમેકર ૩૨ વર્ષની ઉંમરે પીએચડી થયો હતો. બેરિંગ્ટન ક્રેટર પૃથ્વી પર પડેલી ઉલ્કાને કારણે પડેલો ખાડો હતો તે અંગેના સંશોધનો તેના મુખ્ય વિષય હતા. ખાડામાંથી મળેલા ખડકોનો ઊંડો અભ્યાસ કરીને તેણે આ શોધ કરી હતી. તે જમાનામાં પૃથ્વી પર અવકાશી પદાર્થ પછડાય તેવી વાત કોઈ માનવા તૈયાર નહોતું. ઈ.સ. ૧૯૬૧માં શૂમેકરે અમેરિકાની જીઓલોજિકલ સર્વેના અવકાશ સંશોધન વિભાગમાં કારકિર્દી શરૂ કરી. તે સમયે એપોલો યાનને ચંદ્ર તરફ મોકલવાની તૈયારી થતી હતી. શૂમેકરને ચંદ્ર પરના ખડકોનો અભ્યાસ કરવાનું કામ સોંપાયું હતું. આ ક્ષેત્રનો તે પ્રથમ ડાયરેક્ટર બન્યો. તેને ચંદ્ર પર જવાની ઈચ્છા હતી પરંતુ તેને એડિસન રોગ થયો હતો તેથી જઈ શક્યો નહી. તેણે ચંદ્ર મિશનમાં મહત્ત્વની કામગીરી બજાવેલી ત્યારબાદ તેણે અનેક ધૂમકેતુઓની શોધ કરી. તેણે શોધેલો લેવી શૂમેકર ધૂમકેતુ જાણીતો છે. અવકાશ સંશોધન ક્ષેત્રે યોગદાન બદલ શૂમેકરને અનેક સન્માનો મળેલા. ઈ.સ. ૧૯૯૭માં ઓસ્ટ્રેલિયામાં કાર અકસ્માતમાં તેનું અવસાન થયું હતું. તેની છેલ્લી ઇચ્છા મુજબ તેના અસ્થિ ચંદ્ર ઉપર મોકલાયા હતાં.
- ઠંડી લાગે ત્યારે ધ્રુજારી કેમ થાય છે?
આ પણને વધુ ઠંડી લાગે ત્યારે હાથપગ ધ્રુજવા લાગે છે, અને કેટલાંકને દાઢી ધ્રુજવા લાગીને દાંત પણ કટકટે છે. આપણું શરીર આસપાસના હવામાન સાથે પોતાનું ઉષ્ણતામાન જાળવી રાખતું હોય છે અને શરીરને જરૂરી ઉષ્ણતામાનમાં રાખવા માટે વાતાવરણ પણ અનુકૂળ હોવું જોઈએ. વાતાવરણના ઉષ્ણતામાનમાં વધારો કે ઘટાડો થાય ત્યારે શરીર પોતાનું સમતોલ ઉષ્ણતામાન જાળવી રાખવા માટે પ્રતિક્રિયા કરે છે. ઉનાળામાં પરસેવો વળીને ઉષ્ણતામાન જળવાય છે. જ્યારે ઠંડીમાં શરીરના સ્નાયુઓ ગરમી મેળવવા માટે ધ્રુજવા લાગે છે. અતિશય ઠંડીમાં શરીરની ધ્રુજારી એ શરીરની ગરમી મેળવવા માટેની પ્રતિક્રિયા છે.
- ડોલ્બી સ્ટિરિયો સિસ્ટમ શું છે?
ફિ લ્મોમાં અવાજની વધુ ગુણવત્તાવાળી ડોલ્બી સાઉન્ડ સિસ્ટમ જાણીતી છે. ડોલ્બી સિસ્ટમ ૧૯૬૭માં રેમન ડોલ્બી નામના અમેરિકને શોધેલી. ફિલ્મના સાઉન્ડમાંથી બિનજરૂરી ઘોંઘાટ આ સિસ્ટમ દૂર કરે છે. ફિલ્મના શુટિંગ દરમિયાન અવાજનું રેકોર્િંડગ કરતી વખતે યંત્રોના ઝીણા અવાજ, પવનના સુસવાટા, પંખા કે એ.સી.ના સૂક્ષ્મ અવાજ પણ રેકોર્િંડગમાં સામેલ થાય અને મૂળ અવાજને અસર કરે.
ડોલ્બી સિસ્ટમ એક એવી ચીપ છે કે જે રેકોર્િંડગ થયેલા અવાજને ચાળીને બિનજરૂરી ઘોંઘાટ દૂર કરી મૂળ અવાજને ચોખ્ખો કરે છે. ડોલ્બી સિસ્ટમના ઉપયોગથી અવાજનું રેકોર્િંડગ સ્પષ્ટ અને અસરકારક થાય છે. મોટા ભાગના રેકોર્િંડગમાં ડોલ્બી સિસ્ટમનો ઉપયોગ થાય છે.