Get The App

ભારતમાં જોવા જેવું એલિફન્ટા કેવ્ઝ

Updated: Sep 30th, 2022


Google NewsGoogle News
ભારતમાં જોવા જેવું એલિફન્ટા કેવ્ઝ 1 - image


મું બઈના એપોલો બંદરથી સમુદ્રમાં સાત કિલોમીટર દૂર આવેલા ગઢપુરી ટાપુ પરની એલિફન્ટાની ગુફાઓ સાતમી સદીમાં બનેલું અજાયબ સ્થાપત્ય છે. સાત કિલોમીટરનો ઘેરાવો ધરાવતા આ નાનકડા ટાપુ પર એલિફન્ટાની સાત ગુફાઓનો સમૂહ છે. ટાપુ પર હાથીની વિશાળ કદની મૂર્તિ મળી આવેલી તેનું નામ એલિફન્ટા પડેલું. ૧૬મી સદીમાં પોર્ટુગીઝોએ આ ટાપુ પર કબજો મેળવી એલિફન્ટા નામ આપેલું.

એલિફન્ટાની ગુફાઓ એક જ પહાડમાંથી કોતરવામાં આવેલી છે. ૫૦૦ ફૂટ ઊંચાઈના ખડકમાં ૩૯ મીટર ઊંડે સુધી ગુફા બનાવી તેની દીવાલો પર સુંદર મૂર્તિઓ અને આકર્ષક ડિઝાઈન કોતરવામાં આવેલી છે. સાતમી સદીમાં બંધાયેલી આ ગુફા કઈ રીતે બની હશે તેની કલ્પના પણ મુશ્કેલ છે. ૬૦૦૦ ચોરસ ફૂટમાં ફેલાયેલા આ સંકુલની ગુફાઓમાં ભગવાન શિવની વિવિધ મૂર્તિઓ છે. મુખ્ય ગુફા દ્વારપાળના શિલ્પવાળા સ્તંભોથી ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. મુખ્ય ખંડમાં શંકર ભગવાનની મૂર્તિઓ છે તેમાં સૌથી મોટી મૂર્તિ પાંચ મીટર ઊંચી છે. આ ઉપરાંત ત્રિમૂર્તિ, અર્ધનારેશ્વર, પાર્વતી વગેરેની વિશાળ મૂર્તિઓ પણ છે. આ સ્થાન યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન પામ્યું છે. મુંબઈ આવતા દેશના અને વિદેશના પ્રવાસીઓ આ ગુફાઓ જોવા અચૂક આવે છે.


Google NewsGoogle News