Get The App

હાથીની છત્રી .

Updated: Aug 25th, 2023


Google NewsGoogle News
હાથીની છત્રી                                                                                  . 1 - image


મોન્ટુ જ્યાં તાલપત્રી ઓઢી ઊભો રહેવા જાય  ત્યાં તાલપત્રી લસરી જાય. ફરી ઓઢે ને ફરી લસરી જાય!

ડા. પ્રીતિ કોટેચા

એ ક સરપંપા નામનું મોટું જંગલ હતું. આા જંગલમાં ખળ... ખળ... વહેતાં ઝરણાં ંહતાં. શાંત અને નિર્મળ વહેતી નદી હતી. ઘટાદાર વૃક્ષોથી ઘેરાયેલાં જંગલમાં પક્ષીઓનો કલરવ જંગલની શોભા વધારતો હતો. આ જંગલનાં પશુ-પક્ષી સંપીને રહેતાં હતાં. આજે અચાનક વાદળાં ઘેરાયાં અને વરસાદ પડવા લાગ્યો. બધે જ પાણી... પાણી... થઈ ગયું. વરસાદમાં પલળવાથી મોન્ટુ હાથીને ખૂબ શરદી થઈ ગઈ. હાથણીબેન ઘણું સમજાવતાં બોલ્યાં, 'મોન્ટુ, તું ઘટાદાર વૃક્ષ નીચે ઊભો રહી જા. વધારે પલળીશ તો તને વધુ શરદી થશે.' 

મોન્ટુ તો મમ્મી સામે જોઈને કહે, 'મને એક છત્રી લાવી દે.. નહિતર હું આ ચાલ્યો.' એ તો ગાવા લાગ્યો-  

'સરસ મજાની છત્રી આપ, 

રંગબેરંગી છત્રી આપ,

વરસાદમાં નહીં જઈશ, 

પાણીમાં નહિ પલળીશ...'

    મોન્ટુ ને હાથણીબેનની વાત બખોલમાં રહેતા સસલીબેને સાંભળી. તેણે બખોલ ઢાંકવા માટે રંગબેરંગી તાલપત્રી લીધી હતી. એ લઈને મોન્ટુ ને આપતા કહ્યું, 'આ સરસ મજાનો તારો રેઇનકોટ છે. આ ઓઢીને વરસાદમાં ઊભો રહેજે.' મોન્ટુને તો વાત ગમી ગઈ. એ તો ઓઢીને ગાવા લાગ્યો- 

'સરસ મજાનો રેઇનકોટ મળ્યો, 

રંગબેરંગી રેઇનકોટ મળ્યો, 

વરસાદમાં નહીં જાવાનું, 

પાણીમા નહીં પલળવાનું...'

       મોન્ટુ જ્યાં તાલપત્રી ઓઢી ઊભો રહેવા જાય  ત્યાં તાલપત્રી લસરી જાય. ફરી ઓઢે ને ફરી લસરી જાય. હવે, ઝાડ ઉપર રહેતા દરજીડાભાઈએ આ જોયું. તેણે વિચાર્યું કે મોન્ટુ ને છીંક ખૂબ આવે છે. વળી, આ તાલપત્રી નીચે સરકી જાય છે. લાવને, એમાંથી જ સુંદર છત્રી બનાવી આપું. એ તો ઊડીને સુગરીબેન પાસે ગયા. સુગરીબેનને કહ્યું, 'મોન્ટુ બીમાર છે. આપણાં બચ્ચાં નાનાં નાનાં છે.' મોન્ટુને કારણે આપણાં બચ્ચાં પણ બીમાર થશે. ચાલોને, આપણે તેને એક છત્રી બનાવી દઈએ.' આ વાત બાજુમાં રહેતા હોલાભાઈએ પણ સાંભળી. બધાએ તાલપત્રીમાંથી છત્રી બનાવવાનું કામ શરૂ કર્યું અને ગાવા લાગ્યા-

'હોલાભાઈ લાવ્યા દાંડી 

કાગડો લાવ્યો કાતર,

દરજીડાએ ચાંચ હલાવી, 

સુગરીબાઈએ છત્રી બનાવી.'

        હવે તો સરસ મજાની છત્રી તૈયાર થઈ ગઈ. મોન્ટુ તો છત્રી જોતા રાજી રાજી થઈ ગયો. એમણે તો બધાનો આભાર માન્યો. એ તો છત્રી લઇ દોડયો. વરસાદમાં ઉભો રહી ગીત ગાવા લાગ્યો-

'મસ્ત મજાની છત્રી મળી, 

રંગબેરંગી છત્રી મળી ,

વરસાદમાં નહીં જાવાનું,

પાણીમાં નહીં પલળવાનું...'  


Google NewsGoogle News