વસ્તુને લાખો ગણી મોટી કરી દેખાડતાં ઇલેકટ્રોન માઇક્રોસ્ક્રોપ
ટાં કણી, વાળ અને કેટલીક રજકણો આપણે નરી આંખે જોઇ શકીએ પરંતુ ટાંકણીની અણી પર બેઠેલા સેંકડો
બેકટેરિયા જોવા માટે માઇક્રોસ્ક્રોપનો ઉપયોગ કરવો પડે. માઇક્રોસ્ક્રોપ ભૂંગળામાં ગોઠવેલા લેન્સ વડે વસ્તુને અનેક ગણી મોટી કરીને જોવાનું સાધન છે. લેબોરેટરીમાં લોહીની તપાસ વિગેરે માટે તેનો ઉપયોગ થાય છે. સાદા માઇક્રોસ્ક્રોપ લેન્સના બનેલા હોય છે. પરંતુ વિજ્ઞાનીઓ વસ્તુને ઊંડુ નિરીક્ષણ કરવા માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્ક્રોપ વાપરે છે. તેની કામગીરી અદ્ભૂત છે. તે સેમ્પલને લાખોગણું મોટું કરીને દર્શાવે છે.
સાદા માઇક્રોસ્ક્રોપ પ્રકાશના કિરણો અને લેન્સની મદદથી મોટા પ્રતિબિંબ પેદા કરે છે પરંતુ ઇલેક્ટ્રોન માઇક્રોસ્ક્રોપ પ્રકાશ નહીં પણ ઇલેક્ટ્રોનના શેરડાનો ઉપયોગ કરે છે. પ્રકાશના કણોને ફોટોન કહે છે. ઊંડંગ નિરીક્ષણ કરવું હોય અને વસ્તુને વધુ મોટી જોવી હોય તો ફોટોન કરતાંય સુક્ષ્મ એવા ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરવો પડે. ફોટોનમાં વીજભાર હોય છે.
ઇલેક્ટ્રોન માઇક્રોસ્ક્રોપમાં જે સેમ્પલનું નિરીક્ષણ કરવું હોય તેને વેક્યૂમ બોક્સમાં મૂકવી પડે. લેન્સની જગ્યાએ ઇલેક્ટ્રો મેગ્નેટના ગૂંચળા ગોઠવેલા હોય છે. આ ગૂંચળા સેમ્પલમાં રહેલા અણુમાંના ઇલેક્ટ્રોનની રચનાને મોટા કરી દર્શાવે છે અને ચીજની ઇલેક્ટ્રોન માઇક્રોસ્ક્રોપ તૈયાર થાય છે તે મોનિટરના સ્ક્રિન પર જોવા મળે છે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્ક્રોપની શોધ ૧૯૩૫માં થયેલી. હાલમાં ઘણા પ્રકાર વિકસ્યા છે જે વિવિધ પ્રકારનાં સંશોધનોમાં ઉપયોગી થાય છે.