Get The App

હોલ ઇફેક્ટનો શોધક એડવિન હર્બર્ટ હોલ

Updated: Jul 21st, 2023


Google NewsGoogle News
હોલ ઇફેક્ટનો શોધક એડવિન હર્બર્ટ હોલ 1 - image


- વિશ્વના વિજ્ઞાનીઓ

વી જળી અને મેગનેટિઝમ્નો ઉપયોગ કરીને વિજ્ઞાાનીઓએ રેડિયોથી માંડી મોબાઈલ અને કમ્પ્યુટર જેવા સાધનો વિકસાવ્યા છે. આપણે રોજિંદા ઊપયોગમાં લઈએ છીએ તેવા ઇલેકટ્રોનિક સાધનોમાં ઇલેકિટ્રસિટી અને મેગ્નેટિઝમના વિવિધ ઉપયોગ થયા છે.

 વિજ્ઞાાનીઓએ આ બંને કુદરતી શક્તિઓનો ઊંડો અભ્યાસ કર્યો છે. અને તેમાંથી નવી નવી શોધો થઈ છે. ધાતુમાં વીજળી વહે ત્યારે તેના વોલ્ટેજ કરન્ટ અને મેગ્નેટિક ફિલ્ડ વચ્ચેના સંબંધનો ઊંડો અભ્યાસ કરનાર વિજ્ઞાાની હર્બર્ટ હોલે મેગ્નેટિઝમની શક્તિ આપવાનો સિધ્ધાંત શોધેલો. તેને હોલ ઇફેક્ટ કહે છે. મેગ્નેટોમીટર આ સિધ્ધાંતના આધારે કામ કરી ચુંબકીય બળનું પ્રમાણ દર્શાવે છે. હોલ ઇફેક્ટ સેન્સર મેગ્નેટિક ફિલ્ડના આધારે વોલ્ટેજમાં વધઘટ કરે છે. વાહનોના સ્પીડોમીટરમાં તેનો ઉપયોગ થાય છે.

એડવીન હર્બર્ટ હોલનો જન્મ અમેરિકાના મેઇનમાં ગોરહામ શહેરમાં ઇ.સ.૧૮૫૫ના નવેમ્બરની ૨૦ તારીખે થયો હતો. એડવીન જહોન હોપકિન્સ યુનિવર્સિટીમાં પી.એચ.ડી. થયો હતો. 

આ દરમિયાન તેણે ઇ.સ.૧૮૭૯માં હોલ ઇફેકટની શોધ કરી હતી. આ શોધથી તે પ્રસિધ્ધિ પામ્યો અને તેને હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે નિમણૂક મળી. હોલ ઇફેકટની શોધ માઈકલ ફેરાડેની શોધ કરતાં ય વધુ મહત્વની ગણાય છે. હોલે વીજળી અને ચુંબકત્વ વિશે સંખ્યાબંધ પુસ્તકો લખેલા. ઇ.સ. ૧૯૨૧ સુધી હાર્વર્ડમાં પ્રોફેસર તરીકે સેવા આપીને તે નિવૃત્ત થયો. ઇ.સ. ૧૯૩૮ના નવેમ્બરની ૨૦ તારીખે તેનું અવસાન થયુ હતું.


Google NewsGoogle News