એસિટિલિનનો શોધક એડમન્ડ ડેવી
વિશ્વના વિજ્ઞાનીઓ
લો ખંડના સળિયા તેમજ બીજી ચીજોને જોડવા માટે થતું વેલ્ડિંગ તમે જોયું હશે. વેલ્ડિંગ માટે બે જુદા જુદા સિલિન્ડરમાંથી નળીઓ દ્વારા આવતા વાયુઓ નળીને છેડે ભેગા થઈને એક જ્યોત બનાવે છે. ગેસનો ચૂલો સળગે તે રીતે જ આ વાયુ સળગે છે પરંતુ લોખંડને પિગાળી નાખે તેટલી ગરમી તેમાં હોય છે. વળી એસિટિલિન વાયુ અને બીજામાં ઓક્સિજન હોય છે. એસિટિલિન ઓક્સિજનની હાજરીમાં ઝડપથી સળગી ઊઠે છે. એસિટિલિનના વેલ્ડિંગ ઉપરાંત ઘણા ઉપયોગ છે. આ વાયુની શોધ એડમન્ડ ડેવી નામના વિજ્ઞાાનીએ કરેલી.
એડમન્ડ ડેવીનો જન્મ ઇ.સ. ૧૭૮૫માં બ્રિટનના કોર્નવેલ ગામે થયો હતો. તે જાણીતા વિજ્ઞાાની હમ્ફ્રી ડેવીનો પિતરાઈ ભાઈ હતો. અભ્યાસ પુરો કર્યા પછી એડમન્ડ હમ્ફ્રી ડેવીના મદદનીશ વિજ્ઞાાનીોતરીકે રોયલ ઇન્સ્ટિટયૂટમાં જોડાયેલો. ત્યારબાદ ડબ્લીન સોસાયટીમાં કેમિસ્ટ્રીના પ્રોફેસર તરીકે કારકિર્દી શરૂ કરેલી. એડમન્ડ ડેવીએ પ્લેટિનમનું નરમ સ્વરૂપ શોધેલું કે જે હવામાંથી વાયુઓનું શોષણ કરી શકે. જુદી જુદી ધાતુઓ ઉપર ગરમીની અસરો તપાસવી તે ડેવીનો મુખ્ય વિષય હતો. વીજળીના ઉપયોગથી ધાતુઓમાં રહેલા ઝેરી તત્વો શોધવાની પધ્ધતિ પણ તેણે વિકસાયેલી. પોટેશિયમ કાર્બોનેટ અને કાર્બનને ગરમ કરતાં અજાણતાં જ નવો વાયુ ઓસિટિલિન મળી આવ્યો. ડેવીએ જોયું કે આ નવો વાયુ પણ ઓક્સિજનની હાજરીમાં પ્રચંડ ઉષ્ણતામાને સળગે છે. એલિટિલિનની શોધથી તે વિખ્યાત થયેલો. ઇ.સ.૧૮૫૭ના નવેમ્બરની પાંચમી તારીખે તેનું અવસાન થયું હતું.