Get The App

રોજીંદા ઉપયોગી સાબુ વિશે આ જાણો છો?

Updated: Jan 3rd, 2025


Google NewsGoogle News
રોજીંદા ઉપયોગી સાબુ વિશે આ જાણો છો? 1 - image


કપડાં ધોવા તેમજ નહાવા માટે સાબુનો ઉપયોગ રોજીંદો છે. તમને નવાઈ લાગે પરંતુ સાબુનો ઉપયોગ હજારો વર્ષથી થાય છે. સાબુની શોધ ખોરાકની શોધ જેટલી જ જૂની છે.

પ્રાચીન કાળમાં બેબિલોનમાં સાબુ વપરાતો. તે જમાનામાં સાબુ કીમતી ચીજ ગણાતો. રાજા મહારાજાઓ અને શ્રીમંત લોકો જ તેનો ઉપયોગ કરતાં. સાબુની શોધ કોઈ વિજ્ઞાાનીએ કરી નથી. રોમ નજીક માઉન્ટ સેપો નામનો પર્વત હતો.  પર્વત ઉપર મંદિર હતું. આ મંદિરમાં પશુની બલિ ચઢાવવાની પરંપરા હતી. પર્વત પર પ્રાણીઓના મૃતદેહ કોહવાઈને નદીના પાણીમાં ભળતાં પશુઓની ચરબીવાળા પાણીમાં કપડાં ધોવાથી તે ઉજળા થતાં. આ વાત જાણ્યા પછી રોમનોએ પ્રાણીઓની ચરબીમાં તેલ અને રાખ ભેળવી તેની ટીકડી બનાવી સાબુ તરીકે વાપરવા લાગ્યા. સેપો પર્વતના નામ ઉપરથી તેને 'સોપ' નામ અપાયું તે આજે પણ પ્રચલિત છે.

આજે આપણે વાપરીએ છીએ તેવો સાબુ ઇ.સ.૧૭૬૧માં ફ્રેન્ચ વિજ્ઞાાની નિકોલસ બેબ્લાંકે શોધેલો. તેમાં પ્રાણીની ચરબી નહોતી. તેણે મીઠામાંથી સોડા એશ બનાવી તેલનો ઉપયોગ કરી તેલીયો સાબુ બનાવેલો. આજે વિવિધ પ્રકારના રસાયણો અને સુગંધીદાર દ્રવ્યો ભેળવીને રંગબેરંગી સાબુ બને છે. 


Google NewsGoogle News