ચંદ્ર ઉપરના દિવસ-રાત .

Updated: Sep 29th, 2023


Google NewsGoogle News
ચંદ્ર ઉપરના દિવસ-રાત                                        . 1 - image

 

પૃ થ્વી પોતાની ધરી પર ફરે છે એટલે તેની સપાટી સૂર્ય સામેથી પસાર થાય તે ભાગ ઉપર દિવસ હોય છે. અને પાછળના ભાગે રાત હોય છે. દરેક ગ્રહો ધરી પર ફરતાં હોવાથી દિવસ રાત હોય છે. પૃથ્વી પર આપણા ૧૨ કલાકનો દિવસ અને ૧૨ કલાકની રાત હોય છે. પણ જુદા જુદા ગ્રહો પર આ સમયગાળો જૂદો છે.

ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ છે તે પૃથ્વીની પ્રદક્ષિણા કરતાં કરતાં એની સાથે સૂર્યની પ્રદક્ષિણા પણ કરે છે. ચંદ્ર ઉપર સૂર્યપ્રકાશ પડે તેટલા ભાગમાં દિવસ કહીએ તો ચંદ્ર ઉપરના દિવસ-રાતની વાત કંઈક જુદી જ થાય.  ચંદ્ર પોતાની ધરી પર ધીમે ધીમે ફરે છે એટલે આપણા ૨૭.૩ દિવસે એક ચક્ર પુરુ કરે . એટલે આપણા ૨૭.૩ દિવસ સુધી ચંદ્ર ઉપર વાતાવરણ નથી એટલે સૂર્યના સીધા કિરણો પડે ત્યાં જ અજવાળું હોય છે. પૃથ્વી પર વાતાવરણ હોવાથી સાંજે સૂર્યના ત્રાંસા કિરણો વાતાવરણની રજકણોને કારણે આછા સૂર્યપ્રકાશ રૂપે દેખાય છે. ચંદ્ર ઉપર આવું બનતું નથી. ત્યાં કાં પ્રકાશ કાં અંધારૂ એવી જ સ્થિતિ હોય છે. સૂર્યના કિરણો પડે ત્યાં અજવાળું અને અર્ધો ફૂટ દૂર સૂર્યના કિરણો ન પડતાં હોય ત્યાં તદૃન અંધારૂ શરૂ થઈ જાય છે. વચ્ચેના આછા પ્રકાશની સ્થિતિ હોતી જ નથી.



Google NewsGoogle News