કોમ્પ્યુટરની ભાષા અને મેમરી .
કો મ્પ્યુટરને કામ કરવા માટે વિશિષ્ટ ભાષા હોય છે અને તે મુખ્ય ત્રણ પ્રકારની હોય છે. મશીન લેંગ્વેજ કે જેમાં ૧ અને શુન્યનો ઉપયોગ થાય છે. દરેક સુચના કે માહિતીને કોમ્પ્યુટર ૧ અને ૦ની જુદી જુદી ગોઠવણીમાં ફેરવીને યાદ રાખે છે. બીજી ભાષા એસેમ્બલી લેંગ્વેજ કહેવાય છે. આ ભાષામાં મશીન લેંગ્વેજમાં રહેલી ખામીઓ દુર કરવામાં આવી છે. ૧૯૫૦માં તેનો વિકાસ થયો હતો. આ ભાષા સરવાળા બાદબાકી માટે વિશેષ કોડનો
ઉપયોગ કરે છે. જ્યારે ત્રીજી ભાષા હાઇ લેવલ લેંગ્વેજ ઉચ્ચ કક્ષાની અને જટિલ હોય છે. તેનો ઉપયોગ પ્રોગ્રામ રચવામાં થાય છે. હાઇ લેવલ લેંગ્વેજમાં કોબોલ, ફોટ્રોન, બેઝિક, પાસ્કલ, સી પ્લસ પ્લસ જેવી ઘણી ભાષા વિકસી છે.
કોમ્પ્યુટર બધી માહિતી અને સુચનાઓને મેમરીના રૂપમાં સંઘરે છે. મેમરી નાના લાખો ટુકડાઓનો સમુહ છે તેને બીટ કહે છે. મેમરી ચાર પ્રકારની હોય છે. ઇન્ટર્નલ, મેઇન, રેમ, રોમ અને એક્સટર્નલ મેમરી. મુખ્ય કે મેઇન મેમરી એટલે સેન્ટ્રલ પ્રોસેસરમાં હોય છે. રેમ એટલે રેન્ડમ એક્સેસ મેમરી, રેમ માત્ર વીજપ્રવાહ હોય ત્યારે જ કામ કરે છે. તે ડેટાનો સંગ્રહ કરતી નથી. રોમ એટલે રીડ ઓનલી મેમરી. આ મેમરીનો કાયમી સંગ્રહ થાય છે અને ગમે ત્યારે વાંચી શકાય છે.