ભારતમાં જોવા જેવું ચિત્તોડગઢનો વિજય સ્તંભ .
રા જસ્થાનમાં ચિત્તોડનો કિલ્લો જોવા લાયક સ્થાપત્ય છે. પરંતુ તેમાં આવેલો વિજયસ્તંભ વિશિષ્ટ આકર્ષણ ધરાવે છે. મેવાડના રાજા કુમ્ભાએ મહમદ ખીલજીની સેના સામે વિજય મેળવ્યો તેની યાદમાં ઈ.સ. ૧૪૪૨માં વિજયસ્તંભ બનાવેલો. તેને બાંધતા ૧૦ વર્ષ લાગ્યા હતા.
નવ માળનો વિજયસ્તંભ ૩૭.૧૯ મીટર ઊંચો છે. દરેક માળે બહાર નીકળેલી બાલ્કની છે. લાલ માટી, પથ્થર અને આરસ વડે બાંધકામ થયું છે. વિજય સ્થંભની રચનામાં ભૂમિતિનો ભારોભાર ઉપયોગ થયો છે. ૧૦ ફૂટ ઊંચા પ્લેટફોર્મ પર દેવી દેવતાના આકર્ષક શિલ્પો અને કોતરણી ઉપરાંત શિલાલેખો છે. વિજયસ્તંભને વર્લ્ડ હેરિટેજ સાઈટ્સમાં સ્થાન મળ્યું છે.