સૌથી સુંદર માછલી : બટરફ્લાય ફિશ
રં ગબેરંગી માછલીઓવાળું એક્વેરિયમ ઘરમાં સુશોભન તરીકે ઉપયોગી છે. માછલીઓની રંગ છટા અને તરવાની રીત આપણને વારંવાર જોવાનું મન થાય છે. દરેક માછલીને પોતપોતાનું આગવું સૌંદર્ય હોય છે પરંતુ સૌથી સુંદર માછલી બટરફ્લાય ફિશ તેમાં શિરમોર છે. હિંદ મહાસાગર અને પેસેફિકમાં જોવા મળતી આ માછલીની ૧૦૦ જેટલી જાત છે. શરીર પર વિવિધ તેજસ્વી રંગોની સુંદર પેટર્ન ધરાવતી આ માછલી આકર્ષણનું કેન્દ્ર છે.
બટરફ્લાય ફિશ ચારથી પાંચ ઈંચ લાંબી હોય છે. તેના મોં અને આંખની આસપાસ રંગીન રિંગ હોય છે. તે તરવામાં ઝડપી અને ચપળ છે. એક્વેરિયમમાં યોગ્ય માવજત સાથે ૧૦ વર્ષ જીવે છે. કોપરબેન્ડ બટરફ્લાય, સનબર્સ્ટ બટરફ્લાય, બ્લ્યૂલેશ્ડ બટરફ્લાય વિગેરે સુંદર અને લોકપ્રિય માછલીઓ છે.