Get The App

બ્રુકલીન બ્રીજ .

Updated: Jan 31st, 2025


Google NewsGoogle News
બ્રુકલીન બ્રીજ                                                    . 1 - image


- પુલને બે જિંદગી જોડે છે, બે કિનારા જોડે છે, બે દુનિયા જોડે છે, બે સંસ્કૃતિ જોડે છે, અશક્યતા સાથે શક્યતાને પણ જોડે છે

- માથા ફરેલા માનવીનું અદ્ભુત સર્જન અધ્ધરિયા એ પુલને બનતાં ચૌદ વર્ષ લાગ્યાં. પૂરાં ચૌદ વર્ષ. કારીગરો સહિત 19 ઇજનેરો અકસ્માતમાં મૃત્યુ પામ્યા. અને કિંમત 1500 લાખ ડૉલર.

- પુલની લંબાઈ હતી ૪૮૬ મીટર. તે જમાનાનો એ સહુથી વધુ લાંબો 'સસ્પેન્શન બ્રિજ' તૈયાર થતો હતો. સસ્પેન્શન પુલને હાલતો પુલ, તરતો પુલ કે હવાઈ પુલ કહેવામાં આવે છે, કેમ કે બીજા પુલોની જેમ એ પુલને સંખ્યાબંધ થાંભલાઓ  હોતા નથી. માત્ર બે જ મજબૂત ટેકાઓ પર એ ઝૂલતો પુલ તૈયાર થાય છે.

- 'દુનિયા માટે હું આ કામ કરીને જ રહીશ.'

- પિતાનું સપનું પુત્ર સાથે જોડાઈ ગયું. 

દરેક પુલની કથા હોય છે. પુલોની કથાઓ ભેગી કરો તો મોટું દળદાર પુસ્તક તૈયાર થઇ રહે.

આજે તો હવે દરેક શહેરને ખૂબ બધા પુલો હોય છે.

નવા નવા પુલો તૈયાર થતાં જ રહે છે.

આ કથા એક એવા જ અજાયબ પુલની છે. એ પુલનું નામ છે 'બ્રુકલીન વન્ડર'. એ પુલનું દુનિયાની એક અજાયબીમાં નામ છે.

દરેકપુલ નદીના સામસામા કિનારને જોડે છે. જે જોડે તે પુલ.

બ્રુકલીન પુલ ન્યૂયોર્કની 'ઈસ્ટ રીવર'ને જોડે છે. પૂર્વી નદી પર પુલ બાંધવું એ દુ:સાહસનું કામ હતું. કોઈ એવું સપનું જાહેર કરે તો જાણકારો બોલી ઊઠે, 'અશક્ય!'

'અશક્ય' જેવો શબ્દ મૂર્ખાઓના શબ્દકોશનો શબ્દ છે એવું સહુ પ્રથમ સમ્રાટ નેપોલિયને કહ્યું હતું અને સાબિત કરી બતાવ્યું હતું.

એ જ વાક્ય ફરીથી ઉચ્ચાર્યું રૂબલિંગે. તે ઇજનેર અને સ્વપ્નદ્રષ્ટા હતો. તેણે કહ્યું : 'હું પૂર્વ નદી પર પુલ બાંધીશ. જરૂર પુલ બાંધીશ. અદ્ભુત અને અજાયબ પુલ બાંધીશ. બે કિનારાને જોડતો પુલ બાંધીશ. બે દુનિયાને સાંધતો પુલ બાંધીશ.'

પણ એનાં સપનાં, એનું પ્લાનિંગ, એના નકશા, એનો ખર્ચ જોઈ-તપાસી નાણાં રોકનારો બોલી ઊઠતાં : 'અશક્ય!'

'પૈસા પાણીમાં નાખવા સિવાય બીજો કોઈ અર્થ નહિ સરે.' વિચારવંત કુબેરપતિઓ કહેતા.

રૂબલિંગની તો એક જ વાત હતી : 'લોકોને માટે, લોકોના ભલા માટે દુનિયા માટે હું આ કામ કરીને જ રહીશ.'

તેણે પોતાનું સપનું કાગળ પર ઉતાર્યું : રેખાઓનો પુલ તૈયાર કર્યો. કેટલું લોખંડ, કેટલા સ્ક્રૂ, કેટલી ચાકીઓ, કેટલા માણસો, કેટલા દિવસો, કેટલા પૈસા... બધું જ રૂપરેખામાં અંકિત કર્યું.

તેને ખાતરી હતી કે કામ શરૂ થતાં જ લોકો નાણાંની કોથળીઓ ખાલી કરવા લાગશે.

પણ ન થવાનું થયું જ. પુલ હજી શરૂ થયો હતો અને અકસ્માત થયો. એ અકસ્માતમાં સ્વપ્નશિલ્પી જ લોખંડી શિલા હેઠળ ચગદાઈ ગયો. જી હા, રૂબનિંગનું અકસ્માતમાં મૃત્યુ થયું. ઘટના સ્થળે જ મૃત્યુ થયું. તે પોતાની આગળ ઉપરની વાત કોઈને કહી જ શક્યો નહિ.

એની કદાચ જરૂર જ ન હતી. પિતાની અગાઉ ઉપરની વાત પુત્ર પૂરી કરે છે. ઉપરાંત પિતાએ કાગળ પર એવી રૂપરેખા અંકિત કરી હતી કે કોઇને પણ આગળ ઉપરનું કામ કરવાનું ફાવે.

પુત્ર વૉશિંગ્ટને પડકાર ઉપાડી દીધો. તે પણ ઇજનેર હતો. પિતાનું સપનું પુત્ર સાથે જોડાઈ ગયું. સપનાના પુલથી પિતા-પુત્ર જોડાઈ ગયા.

વૉશંગ્ટને એટલી જ હિંમત અને ધગશથી કામ આગળ વધાર્યું. પિતાના મૃત્યુનો શોક મનાવી બેસી રહેવાને બદલે પિતાનું કામ આગળ વધારવું જરૂરી હતું. એ જ સાચી શ્રદ્ધાંજલિ હતી.

જ્યારે પિતા પુત્રની આ ધગશ લોકોએ જોઈ ત્યારે ખરેખર નાણાનો પ્રશ્ન ન રહ્યો. ડૉલરો છલકાવા લાગ્યા.

દરેક છલકાતી વાત મલકાતી બની શક્તી નથી.

એવું જ બન્યું.

પિતા જેવો જ અકસ્માત પુત્રને નડયો. પિતા મૃત્યુ પામ્યા હતા. પુત્ર મૃત્યુ ન પામ્યો. અધમૂઓ તો થયો જ.

બિલકુલ પથારીવશ.

શુકન-અપશુકનમાં નહિ માનનારા પશ્ચિમના લોકો પણ આ ઘટનાને અપશુકન માનવા લાગ્યા. આ પુલ નહિ તૈયાર થાય એવી વાતો ચર્ચાવા લાગી.

છતાં પુલનું કામ તો આગળ ચાલતું જ હતું. કેવી રીતે?

વૉશિંગ્ટન અવાક બની ગયો હતો, પણ તે પત્નીનો હાથ પકડી તેને વાત કરી શક્તો. હાથ દાબી, આંગળાઓ દાબી, એવી ગણતરી બતાવતો કે કામ આગળ વધારી શકાય.

મિસ્ટર વૉશિંગ્ટનનું કામ મિસિસ વૉશિંગ્ટનને આગળ વધાર્યું.

વૉશિંગ્ટન હૉસ્પિટલની પથારીમાંથી મૌન સૂચનાઓ આપતો. સહેજ સારો થતાં તે બાયનોક્યુલરથી જોતો અને સૂચનાઓ આપતો થયો.

પુલની લંબાઈ કેટલી હતી, જાણો છો? ૪૮૬ મીટર. તે જમાનાનો એ સહુથી વધુ લાંબો 'સસ્પેન્શન બ્રિજ' તૈયાર થતો હતો. સસ્પેન્શન પુલને હાલતો પુલ, તરતો પુલ કે હવાઈ પુલ કહેવામાં આવે છે, કેમ કે બીજા પુલોની જેમ એ પુલને સંખ્યાબંધ થાંભલાઓ હોતા નથી. માત્ર બે જ મજબૂત ટેકાઓ પર એ ઝૂલતો પુલ તૈયાર થાય છે.

બે પોલા મજબૂત ભીંતોના લોકંડી થાંભલા એવી રીતે ગોઠવાયા હોય છે કે હીંચકાની જેમ બંને સાંકળો મજબૂત પકડી શકે. પછી પુલ ઉપરથી ભલે ગમે તેટલો ટ્રાફિક જવા લાગે. પુલ હાલે ખરો પણ પડે નહિ, કદી પડે નહિ. હાલે તો તેની મજાય અનેરી.

અધ્ધરિયા એ પુલને બનતાં ચૌદ વર્ષ લાગ્યાં. પૂરાં ચૌદ વર્ષ. કારીગરો સહિત ૧૯ ઇજનેરો અકસ્માતમાં મૃત્યુ પામ્યા. અને કિંમત ૧૫૦૦ લાખ ડૉલર.

તે જમાનામાં અધધધ કહેવાય એટલી એ રકમ હતી.

પણ બ્રુકલીનનો એ અધ્ધરિયો પુલ તૈયાર થઇને જ રહ્યો. જ્ઞાન, વિજ્ઞાન, ટેક્નોલોજી, ડિઝાઈન, ટકાઉપણું, વિશ્વાસ... એવી દરેક રીતે એ પુલ અમેરિકાનો અવર્ણનીય પુલ બની રહ્યો. એ પુલની જરૂર તો એટલી હતી કે ટ્રાફિક જવા માટે અધીરો બન્યો હતો.

ટ્રાફિક દોડવા લાગ્યો. વાહનો ધસમસવા લાગ્યાં. પાકા પાકટ રસ્તાની જેમ જ વાહનો અહીંથી વેગીલી રીતે પસાર થઇ શક્તાં. વાહનો ધીમા કરવાની કોઈ જરૂર ન હતી.

હૉસ્પિટલમાંથી જ વર્ષો સુધી વૉશિંગ્ટને પત્ની દ્વારા એ પુલનું કામ સંભાળ્યું.

જ્યારે પુલ તૈયાર થયો, ઉદ્ધાટન થયું ત્યારે ઘોડીને ટેકે ઊભેલા ઇજનેર વૉશિંગ્ટને કહ્યું : 'આ પુલ બે ટેકા પર ઊભો છે.' ગમ્મતમાં તેણે એક ટેકા રૂપની પોતાની ઘોડી બતાવી અને બીજી આંગળી ચીંધી પત્ની તરફ.

હા, તેણે મોટા ભાગનું કામ પત્ની દ્વારા જ પૂરું કર્યું હતું. શ્રીમતી વૉશિંગ્ટન તેનો બીજો ટેકો હતો. તમને પોતાને ઇજનેરી કામ ન આવડતું હોય, પણ તમે નિપુણના સહાયક તથા પૂરક બનીને ઘણું મોટું કામ પાર પાડી શકો છો.

૨૪મી મે, ૧૮૮૩ના રોજ જ્યારે એ પુલ ચાલુ થયો ત્યારે વીજળીની અનેરી રોશનીથી તે ઝળહળતો હતો. અમેરિકાના પહેલા વિદ્યુત ઝગારા મારતા પુલ તરીકે પણ 'બ્રુકલીન વન્ડર'ની ખ્યાતિ હતી.

પુલ ઉપરથી પસાર થનાર ત્યારે વાહનોને પણ પુલ અજબની પ્રેરણા આપતો હતો.

તમે તમારી બાજુના પુલની આવી કથા મેળવશો? 


Google NewsGoogle News