Get The App

હિમાલયની અદ્ભુત વનસ્પતિ બ્રહ્મકમળ

Updated: Apr 18th, 2025

GS TEAM


Google News
Google News
હિમાલયની અદ્ભુત વનસ્પતિ બ્રહ્મકમળ 1 - image


હિમાલયની ખીણમાં જાતજાતની વનસ્પતિ જોવા મળે. આ બર્ફીલા પ્રદેશમાં કદી ન જોયા હોય તેવાં અદ્ભૂત છોડ, વેલા અને ફુલ છોડ જોવા મળે છે. મોટા ભાગની વનસ્પતિ ઔષધીય ગુણ ધરાવે છે. તેમાંય ઉત્તરાખંડમાં આવેલી ખીણ તો 'વેલી ઓફ ફ્લાવર્સ' કહેવાય છે. ૩૦૦ ફૂટની ઊંચાઈએ ઠંડા પહાડોમાં જાત જાતના સુંદર ફુલો વચ્ચે બ્રહ્મકમળ નામનું સફેદ ફૂલ અદ્ભુત છે.

બ્રહ્મકમળ એક ફૂટ લાંબુ હોય છે અને તેજસ્વી સફેદ રંગના હોય છે. એક છોડ ઉપર ૧૪ વર્ષે એક જ કમળ ખીલે છે તેમ કહેવાય છે. આ ફુલને ટપાલ ટિકિટ પર પણ સ્થાન મળ્યું છે. તેમાંથી ઘણી દવાઓ બને છે. સામાન્ય કમળના આકારનું જ આ ફૂલ હિમાલયની ખીણનું સૌથી સુંદર ફૂલ ગણાય છે. તેની પાંખડીઓ તારા આકારમાં ગોઠવાયેલી હોય છે. રાત્રિના અંધકારમાં પણ ચમકે છે. આ ફૂલ રાત્રે જ ખીલે છે અને સવારે બિડાઈ જાય છે. ઉત્તરાખંડનું તે રાજ્ય ફૂલ છે. કેદારનાથ અને બદ્રીનાથના મંદિરોમાં તે અર્પણ કરાય છે. નેપાળ, ચીન, તિબેટ અને ઈન્ડોનેશિયામાં પણ બ્રહ્મકમળ થાય છે.

Tags :