Get The App

બિરબલનું બુદ્ધિચાતુર્ય

Updated: Apr 12th, 2024


Google NewsGoogle News
બિરબલનું બુદ્ધિચાતુર્ય 1 - image


- ' જો આ સાચી હોય તો, હું બીજનો ચંદ્ર અને કાબુલનો બાદશાહ પૂનમનો ચંદ્ર. આમ કહીને તેં મને ઉતરતો દેખાડી મારૂં અપમાન કર્યું.'

ધનજીભાઈ નડીઆપરા

એ કવાર બીરબલને દેશ-વિદેશની યાત્રા કરવાની ઈચ્છા થઈ. આ વાત તેણે બાદશાહને કહી બાદશાહે બીરબલને પરદેશ ફરવાની મંજુરી આપી. 

બીરબલે યાત્રા શરૂ કરી. ફરતો ફરતો કાબુલ આવ્યો. બીરબલની વેષભૂષા જોઈ, ત્યાનાં બાદશાહના માણસોએ વિચાર્યું, કે આ બીજા કોઈ દેશનો ગુપ્તચર હોવો જોઈએ. અનુચરોએ બાદશાહને વાત કરી. બાદશાહે  સિપાહીઓને આજ્ઞાા કરી કે તેને પકડીને તરત દરબારમાં હાજર કરો. બાદશાહની આજ્ઞાા થતાં સિપાહીઓ બીરબલને પકડીને કચેરીમાં બાદશાહ સામે હાજર કર્યો. બાદશાહે બીરબલને નિહાળીને પૂછયું ઃ 'તમે કોણ છો? શા માટે અહીં આવ્યા છો?' બીરબલે પ્રણામ કરીને કહ્યુંઃ 'નામદાર હું ભારતનો મુસાફર છું. ઘણા દેશો ફરીને અહીં આવ્યો છું.' બાદશાહ બોલ્યા, 'તમે ઘણા દેશોની યાત્રા કરીને અહીં આવ્યા છો, તો મને કહો કે મારા જેવો બાદશાહ બીજે ક્યાંય જોયો છે?' બીરબલ કહે, 'નામદાર! મેં ઘણા દેશોની યાત્રા કરી, પણ તમારા જેવો બાદશાહ મને ક્યાંય જોવા ન મળ્યો. આપ તો પૂનમનાં ચંદ્ર જેવા છો. બાદશાહ કહે, 'હે ભાઈ! જો હું પૂનમના ચંદ્ર જેવો છું, તો તારા દેશ ભારતનો બાદશાહ કેવો છે?' ત્યારે બીરબલે ખૂબ વિચાર કરીને કહ્યુંઃ 'નામવર! અમારા દેશના બાદશાહ તો બીજના ચંદ્ર જેવા છે! આવું સાંભળી, દરબારમાં બેઠેલા બધા વાહ વાહ બોલવા લાગ્યા. બાદશાહે બીરબલના વખાણ કર્યા, પછી જવાની રજા આપી. દેશ- વિદેશની મુસાફરી કરીને બીરબલ દિલ્હી આવ્યો. બન્યુ એવું કે બીરબલે કાબુલના બાદશાહને પૂનમના ચંદ્ર જેવા અને ભારતનાં બાદશાહને બીજના ચંદ્ર જેવા કહ્યા. તે વાતની જાણ દિલ્હી દરબારમાં થઈ ગઈ. બીજા દિવસે અકબર દરબાર ભરીને બેઠા હતા, તેણે બીરબલને, તેની દેશ-વિદેશની મુસાફરી કેવી ગઈ તેના અનુભવો બારામાં પૂછયું. પછી ધીરે રહીને તેને બીરબલને કહ્યું, 'શું બીરબલ, તે કાબુલનાં બાદશાહને પૂનમનાં ચંદ્ર જેવા અને ભારતના બાદશાહ એટલે કે મને બીજનાં ચંદ્ર જેવા કહ્યા તે વાત સાચી છે? જો સાચી હોય તો, હું બીજનો ચંદ્ર અને કાબુલનો બાદશાહ પૂનમનો ચંદ્ર. આમ કહીને તેં મને ઉતરતો દેખાડી મારૂં અપમાન કર્યું.'

 ત્યારે બીરબલે કહ્યું અન્નદાતા વાત તો સાચી છે, પણ મેં આપને બીજનો ચંદ્રમાં કહી આપનું અપમાન કે નીંદા નથી કરી, પણ આપના વખાણ કર્યા છે. કેવી રીતે ઃ બીજનો ચંદ્ર દિવસે દિવસે વૃદ્ધિ પામે છે. જ્યારે પૂનમનો ચંદ્ર તો બીજા દિવસથી જ ક્ષય પામતો જાય છે. બીજંુ એ કે હિંદુ અને મુસ્લિમ બંને ધર્મના લોકો બીજને પવિત્ર માની બીજના ચંદ્રનાં દર્શન કરે છે જેથી આપ તો લાહોરનાં બાદશાહથી, ઉતરતા નહીં, પણ ચડીયાતા ગણાવ.'

બીરબલની વાત સાંભળી અકબર બાદશાહ  ખૂબ પ્રસન્ન થયા. એમનો ગુસ્સો ઉતરી ગયો!



Google NewsGoogle News