Get The App

બકબક .

Updated: Mar 17th, 2023


Google NewsGoogle News
બકબક                                                             . 1 - image


- બકરીએ કહ્યું- 'જે બની જાય એ બધુંય ભૂલી જવાનું હોય! હંમેશા બધાંયનાં ફ્રેન્ડ્સ બનીને રહેવાનું અને એકબીજાની મદદ કરવાની!'

- કિરીટ ગોસ્વામી

એ ક જાડી-પાડી ભેંસ, ચાલુ ક્લાસે બહુ બકબક કરતી હતી. તેનાથી કંટાળીને બકરીએ તેને કહ્યું-

'જાડી-પાડી ભેંસ,

છાનીમાની બેસ!'

ભેંસ કહે- 'નહીં બેસું છાનીમાની, જા!'

બકરી બોલી- 'પ્લીઝ, માની જાને! તારા બકબકના લીધે અમારું લેસનમાં મન લાગતું નથી! અમે સરખી કવિતા પણ યાદ રાખીને ગાઇ શકતાં નથી!'

'યે...' ભેંસ તો ઉછળતી ને રાજી થતાં બોલી- 'તો તો હું વધારે બકબક કરીશ! વધારેમાં વધારે બકબક કરીશ!'

એવામાં રિસેસ પડયો.

બકરી અને તેનાં બીજાં બધાંય ફ્રેન્ડસ સાથે મળીને નાસ્તો કરવા લાગ્યાં.

ભેંસની પાસે આજે લંચબાકસ જ ન્હોતું. તેને ખૂબ ભૂખ લાગી હતી. તે આમથી તેમ ફરતી હતી પણ કયાંયથી નાસ્તો મળતો ન્હોતો.

બકરીએ આ જોયું એટલે તરત તેણે ભેંસને બોલાવીને કહ્યું- 'તને ભૂખ લાગી છે ને! ચાલ, અમારી સાથે નાસ્તો કરી લે!'

ભેંસે બધાંયના લંચબાકસમાંથી થોડો-થોડો કરીને ઘણો બધો કર્યો. તે ધરાઇ ગઇ. રાજી થઇને તેણે બકરીને કહ્યું- 'થેન્ક યુ! પણ મેં તો બકબક કરીને તમને ખૂબ પજવ્યા... તેમ છતાંય તમે મને તમારો નાસ્તો કેમ કરાવ્યો?'

બકરીએ કહ્યું- 'જે બની જાય એ બધુંય ભૂલી જવાનું હોય! હંમેશા બધાંયનાં ફ્રેન્ડ્સ બનીને રહેવાનું અને એકબીજાની મદદ કરવાની!'

'રાઇટ..!' ભેંસ ખુશ થઇને કહેવા લાગી- 'મેં તમને બકબક કરીને હેરાન કર્યા એ માટે સારી! હવે હું આવું ક્યારેય નહીં કરું! આજથી આપણે ફ્રેન્ડ્સ!'

'ઓકે!' બકરીએ તેની સાથે હાથ મિલાવ્યો. - ને પછી બાકી રહેલા રિસેસ ટાઇમમાં બકરી, ભેંસ અને બીજાં બધાંય ફ્રેન્ડ્સ સાથે મળીને મસ્તી કરવા લાગ્યાં!   


Google NewsGoogle News