Get The App

રોડ પરનો ડામર શું છે? .

Updated: Jan 5th, 2024


Google NewsGoogle News
રોડ પરનો ડામર શું છે?                                  . 1 - image


કા ળા રંગનો ચીકણો અને પીગળ્યા પછી જામીને કઠણ થઈ જતો ડામર જમીનમાંથી નીકળતું ઓર્ગેનિક પ્રવાહી છે. કુદરતી ડામર દરિયાના તળિયેથી જમીનના પેટાળમાં મૃત્યુ પામતા દરિયાઈ જીવોના અવશેષોમાંથી બનેછે. પૃથ્વીના પેટાળના પ્રચંડ દબાણ હેઠળ હજારો વર્ષની પ્રક્રિયા વડે કુદરતી તેલ, કોલસા, વગેરેની જેમ ડામર પણ સંગ્રહ થાય છે અને પૃથ્વીની પ્લેટોના હલનચલનથી તે સપાટી પર આવે છે. પ્રાચીન કાળમાં બેબીલોન, ગ્રીસ, ઇજીપ્ત અને રોમમાં મકાનોની દીવાલોને વરસાદી પાણીથી રક્ષણ આપવા ડામરનું પડ ચડાવવામાં આવતું. કેનેડામાં ડામરના મોટા ભંડાર છે. કુદરતી તેલમાંથી પણ ડામર મેળવવામાં આવે છે. ડામર સલ્ફરયુક્ત અને ગંધ મારતો પદાર્થ છે. તેમાં સૂક્ષ્મ પ્રમાણમાં ધાતુઓ પણ હોય છે. ડામરનો ઉપયોગ રોડ બનાવવા ઉપરાંત જહાજ, વહાણોના લાકડાના પડખાને વોટરપ્રુફ કરવા માટે પણ થતો આવ્યો છે.


Google NewsGoogle News