પાણીમાં નાખતાં જ પથ્થર થઈ જતી જાદુઈ રેતી એક્વા સેન્ડ
પૃથ્વીના પેટાળમાં જાત જાતના ખનીજો છે. ઘણા ખનીજોના ગુણધર્મ નવાઈ લાગે તેવાં હોય છે. વિજ્ઞાાનીઓ વિવિધ પદાર્થોનો ઉપયોગ કરીને નવાં પદાર્થ પણ બનાવે છે. મીઠા જેવા પદાર્થો પાણીમાં ઓગળી જાય તો સિમેન્ટ જેવા પદાર્થ પાણીમાં સખ્ત બની જાય. વિજ્ઞાાનીઓએ સિલિકા, ટ્રાઈમિથાઈલ સિલિકા ભેળવીને જાદુઈ રેતી બનાવી છે. તે પાણીમાં નાખતાં જ પથ્થર બની જાય. તમને નવાઈ લાગે કે આ રેતીનો ઉપયોગ શું? વિજ્ઞાાનીઓએ તે બનાવવા મહેનત કેમ કરી. સમુદ્રમાં જહાજો અને સબમરીનમાંથી ઘઉં ઓઈલ ઠલવાય છે અને પાણી પ્રદૂષિત થાય છે. સપાટી પર તરતું ઓઈલ જીવસૃષ્ટિ માટે જોખમી છે. સમુદ્રની સપાટી પર વિજ્ઞાાનીઓએ બનાવેલી એક્વા સેન્ડ છાંટતા જ તે પથ્થર બની જાય અને ઓઈલને સાથે લઈને તળિયે બેસી જાય. દક્ષિણ ધ્રુવ પર સંશોધનો કરવા માટે આ રેતીનો ઉપયોગ થાય છે. તેને સ્પેસ સેન્ડ પણ કહે છે. ઘરમાં સુશોભન માટે રાખવામાં આવેલા એક્વેરિયમમાં આ રેતી છાંટો તો વિવિધ આકારોના પથ્થર બનીને તળિયે બેસી જાય અને સુંદરતામાં વધારો કરે.