વિશ્વના વિજ્ઞાનીઓ રેડિયો એક્ટિવિટીનો શોધક એન્ટોની હેનરી બેકેરેલ
કે ટલીક ધાતુઓ તેમાંના અસ્થિર અણુકેન્દ્રને, ને કારણે સતત ઉર્જા વહાવે છે. તેમાંથી વહેતી ઉર્જાને રેડિએશન કહે છે. આવા પદાર્થોને રેડિયોએક્ટિવ પદાર્થ કહે છે. રેડિયોએક્ટિવીટીની શોધ હેનરી બેકરેલ નામના વિજ્ઞાનીએ કરેલી. ત્યાર બાદ દૃથર ફોર્ડ, મેડમ કયૂરી વગેરે વિજ્ઞાનીઓએ વધુ સંશોધનો કર્યા હતા. બેકરેલને તેની શોધ બદલ ૧૯૦૩માં ફિઝિકસનું નોબેલ એનાયત થયું હતું.
હેનરી બેકરેલનો જન્મ ઇ.સ.૧૮૫૨ના ડિસેમ્બરની ૧૫ તારીખે પેરિસમાં થયો હતો. તેના પિતા અને દાદા વિજ્ઞાની હતા. માધ્યમિક શિક્ષણ સ્થાનિક લૂઈસ લે ગ્રાન્ડ સ્કૂલમાં પુરી કરીને ઇકોલ પેલિટેકનિકમાં જોડાયો હતો. ઇ.સ.૧૮૯૨માં તે નેશનલ મ્યુઝિયમ ઓફ હિસ્ટ્રીમાં મહત્વના પદે નિમાયો. તેણે સરકારી પૂલ અને રોડ નિર્માણમાં એન્જિનિયર તરીકે કારકિર્દી શરૂ કરેલી ઇ.સ.૧૮૯૬ માં યુરેનિયમ સોલર સહિત વિવિધ ધાતુઓ પર પ્રયોગ કરીને તેણે રેડિયોએક્ટિવિટીની શોધ કરી અને પ્રસિધ્ધ પામ્યા. યુરેનિયમ સતત વિકિરણો પ્રસારિત કરનારી ધાતુ હોવાનું પણ તેણે શોધ્યું હતું. ૧૯૦૩માં તેને પિયરે અને મેરી કયૂરી સાથે ભાગીદારમાં નોબેલ પ્રાઈઝ એનાયત થયું હતું. વિજ્ઞાનમાં યોગદાન બદલ બેકેરલને નોબેલ ઉપરાંત રમફર્ડ એવોર્ડ, હેમહોટ્ઝ મેડલ, બર્નાર્ડ મેડલ જેવા અનેક સન્માનો મળેલા. ૧૯૦૮ ના ઓગસ્ટની ૨૫ તારીખે તેનું અવસાન થયું હતું. કહેવાય છે કે રેડિયો એક્ટિવિટીના પ્રયોગો દરમિયાન તેના શરીર પર વિપરિત અસર થવાથી તેનું અકાળે મૃત્યુ થયુ હતુ.