બેલુરનું પ્રાચીન ચેન્નકેશ્વર મંદિર .
ક ર્ણાટકના હસન જિલ્લાના બેલુરમાં આવેલું ચેન્નકેશ્વર મંદિર યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામેલું પ્રાચીન મંદિર છે. ચેન્નકેશ્વર એટલે 'સુંદર કેશવ' આ મંદિર ઈ.સ. ૧૧૧૭માં વિશુવવર્ધન રાજાએ બંધાવેલું.
દક્ષિણની હોઇશાબા શૈલીના સ્થાપત્યના આ મંદિરમાં મુખ્ય વિષ્ણુની પૂજા થાય છે. ૧૦૦૫ મીટર લાંબુ અને એટલું જ પહોળું આ મંદિર ભારોભાર શિલ્પ અને સ્થાપત્યનો ખજાનો છે. તેનો મુખ્ય હોલ આકર્ષણનું કેન્દ્ર છે. ચારે તરફ હિન્દુ દેવ-દેવીઓના વિશાળ શિલ્પો છે. મંડપની પાછળ ૧૦૫ મીટરનું ગર્ભગૃહ છે. સમગ્ર દીવાલ એક સ્તંભ જોડીને બનાવી હોય તેવું દૃશ્ય છે. મંદિરમાં લગભગ ૬૦ જેટલા વિશાળ શિલ્પો છે. તેમાં શ્રીકૃષ્ણ ઉપરાંત વિષ્ણુના વિવિધ અવતારોનો સમાવેશ થાય છે. મુખ્ય કેશવની મૂર્તિ ૧૬ ફૂટ ઊંચી છે. મંદિરની બહારની દીવાલમાં નીચેની તરફ ૬૦૦ જેટલા હાથીના શિલ્પો છે તેની ઉપર સિંહના શિલ્પો છે.
ચેન્નકેશ્વર મંદિર બેલુરના પ્રખ્યાત ગોમતેશ્વરની નજીક આવેલું છે. કર્ણાટક જતા પ્રવાસીઓ આ મંદિરની મુલાકાત લે છે.