Get The App

અમેરિકાની અવકાશ સંસ્થા નાસા વિશે આ પણ જાણો

Updated: Feb 7th, 2025


Google NewsGoogle News
અમેરિકાની અવકાશ સંસ્થા નાસા વિશે આ પણ જાણો 1 - image


- નાસાનું પુરું નામ નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન છે. અવકાશી સંશોધનોની શરૂઆત ૧૯૫૮ના ઓક્ટોબરની પહેલી તારીખે થયેલી.

- નાસાના અવકાશયાન અને રોકેટ બને છે તે મકાન એટલું ઊંચું છે કે તેમાં આકાશના વાદળો છવાઈ જાય છે. તે દૂર કરવા વિશ્વનો સૌથી મોટો એરકન્ડિશન પ્લાન્ટ તેમાં છે.

- ૧૯૫૮ પહેલાં નાસાનું મુખ્ય કામ અન્ય ગ્રહો પર સજીવ સૃષ્ટિ શોધવાનું હતું.

- નાસાનું સૌથી જૂનું રોકેટ બમ્પર-૨ ૧૯૫૦ના જુલાઈમાં લોન્ચ થયેલું. તે લગભગ ૪૦૦ કિલોમીટરની ઊંચાઈએ પહોંચેલું.

- નાસાએ ૧૯૭૨ માં લેન્ડસેટ સેટેલાઈટ લોન્ચ કરેલો તેનું મુખ્ય કામ અવકાશમાંથી પૃથ્વીની સંપૂર્ણ સપાટીની તસવીરો લેવાનું હતું.

- નાસાએ તેના નવા અવકાશ યાનના નામની પસંદગી કરવા શાળાના વિદ્યાર્થીઓની સ્પર્ધા યોજી હતી અને સૌથી સારા વિજેતા નામની જાહેરાત ૧૯૮૯માં પ્રમુખ બુશે કરેલી.

- નાસાએ આજ સુધી લગભગ ૨૨૦૦ પ્રાણીને અવકાશમાં મોકલ્યા છે. તેમાં જંતુઓ, ડુક્કર, વાનર, ઉંદર, સસલા અને કરોળિયા પણ છે.

- નાસાનું પ્રથમ સ્પેસ શટલ કોલંબિયા હતું. ૨૦૦૩માં ૨૮મા મિશન દરમિયાન તે પૃથ્વી પર પાછા ફરતાં તૂટી પડેલું.

- નાસાના લીન્ડન જોહન્સન સ્પેસ સેન્ટરમાં ૧૦૦ બિલ્ડિંગ છે. તે ૬૬૦ હેક્ટરમાં ફેલાયેલું છે. તેને પોતાની પ્રોટેક્ટીવ સર્વિસ ઓફિસ છે અને પોતાના કાયદા છે.

- અવકાશયાત્રીઓને સ્પેસ વોકની તાલીમ આપવા ઇન્ટરનેશન સ્પેસ સ્ટેશનની પૂરા કદની પ્રતિકૃતિનો ઉપયોગ થાય છે.

- ૧૯૯૯માં નાસાના અર્ધા એન્જિનિયરી મેટ્રિક સિસ્ટમ અને અર્ધા ઇમ્પિરિયલ સિસ્ટમનો ઉપયોગ કરતાં ગરબડ થયેલી અને એક ઓર્બિટર અવકાશમાં ગુમ થઈ ગયેલું.


Google NewsGoogle News