Get The App

માનવ-મગજ વિશે આ પણ જાણો

Updated: Jun 7th, 2024


Google NewsGoogle News
માનવ-મગજ વિશે આ પણ જાણો 1 - image


* માણસના મગજનું વજન તેના શરીરના વજનના લગભગ બે ટકા જેટલું હોય છે. શરીરને મળતા ઑક્સિજનનો સૌથી વધુ ૨૦ ટકા ભાગ એકલું મગજ વાપરે છે.

* મગજનો ૬૦ ટકા ભાગ વિચારવાનું અને ૪૦ ટકા ભાગ સંદેશા વ્યવહારનું કામ કરે છે.

* મગજમાં સંદેશા વ્યવહાર વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાથી થાય છે. જ્યારે જ્યારે નવા અનુભવ કે યાદ બને ત્યારે તેમાં નવા કનેક્શન બને છે.

* મગજ સ્થિતિસ્થાપકતા અને ક્ષમતા જાળવી રાખવા બિનજરૂરી વાતો ભૂલી જાય છે.

* નવજાત શિશુના મગજમાં સૌથી વધુ જ્ઞાનકોશો હોય છે. તેનું મગજ ખોરાકનો ૫૦ ટકા ભાગ વાપરે છે એટલે જ તેને ઊંઘ વધુ જોઈએ.

* આરામના સમયમાં પણ મગજ દર મિનિટે પાંચમા ભાગની કેલરી શક્તિનો ઉપયોગ કરતું હોય છે.

* મગજમાં જ્ઞાનકોશો હોવા છતાં ય પીડા અનુભવતું  નથી.

* મગજ ૬૦ ટકા ચરબીનું બનેલું છે. કંઈક નવું શીખે એટલે તેની રચનામાં ફેરફાર થાય છે.


Google NewsGoogle News