વિશ્વનું સૌથી મોટું પતંગિયું એલેકઝાન્ડ્રા
બ ગીચામાં ફૂલો પર ઉડતાં રંગબેરંગી પતંગિયા તો તમે જોયાં હશે. મોટા ભાગના પતંગિયા આપણી ચપટીમાં પકડાઈ જાય એટલાં નાનકડા હોય છે. પરંતુ યમુઆ ન્યુ ગીયાનના જંગલમાં થતાં એલેકઝાન્ડ્રા પતંગિયાને જુઓ તો તેને પકડવાની હિંમત જ ન કરો. આ પતંગિયાનું આખું નામ કવીન એલેકઝાન્ડ્રા બર્ડવિંગ બટરફલાય છે તેની પાંખો ૧૨ ઇંચ પહોળી હોય છે. એલેકઝાન્ડુયા લીલા, ભૂરા અને લવંડર રંગના હોય છે અને સુંદર હોય છે.