કોન્ટેક્ટ લેન્સનો શોધક એડોલ્ફ યુજીન ફિક
- વિશ્વના વિજ્ઞાનીઓ
ન બળી દૃષ્ટિવાળા લોકો માટે ચશ્માને બદલે ઉપયોગી થતા કોન્ટેક્ટ લેન્સની શોધ જર્મનીના વિજ્ઞાની એડોલ્ફ યુજીન ફિકે કરેલી. એડોલ્ફ ફિકનો જન્મ જર્મનીના કેસર શહેરમાં ઈ.સ. ૧૮૨૯ના સપ્ટેમ્બરની ૩જી તારીખે થયો હતો. માર્બર્ગ શહેરમાં ફિઝીક્સ અને ગણિતનો ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ તે બર્લિનમાં મેડિકલ ક્ષેત્રના અભ્યાસમાં જોડાયો હતો. ત્યારબાદ ઝુરિચ યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે જોડાયો હતો. ફિકે આંખના રોગોનો ઊંડો અભ્યાસ કર્યો હતો. ૧૮૮૭માં તેણે આંખની કીકી ઉપર ચોડી શકાય તેવા કાચના કોન્ટેક્ટ લેન્સ બનાવેલા. પહેલા સસલાની આંખો પર તેના પ્રયોગો કર્યા પછી પતોાની આંખો પર પહેરીને સફળતા મેળવી હતી. ત્યારબાદ ૧૯૪૮માં કેવીન પ્યુહી નામના વિજ્ઞાનીએ પ્લાસ્ટિકના કોન્ટેક્ટ લેન્સ બનાવ્યા હતાં. એડોલ્ફ ફિકે કોન્ટેક્ટ લેન્સ ઉપરાંત પ્રવાહીમાં પસાર થતા વાયુ અંગેના સિદ્ધાંતો પણ આપેલા હૃદયમાં લોહી ધકેલવાની શક્તિ માપવાની પધ્ધતિ પણ તેણે શોધેલી ઈ.સ. ૧૯૦૧માં તેનું અવસાન થયુ હતું.