માનવ શરીરના અજાયબ અવયવ
- માણસની હોજરીમાં પેદા થતા પાચક એસિડમાં ધાતુ પણ ઓગળી જાય.
- માણસની ચામડીનું ઉપલું આવરણ બેથી ત્રણ અઠવાડિયામાં ઘસાઇને નવું આવે છે.
- માણસની આંખના લેન્સના કોષો, હૃદયના સ્નાયુઓ અને મુખ્ય મગજના જ્ઞાાનકોષો જીવનભર યથાવત્ રહે છે.
- મગજ ગડીઓ વાળેલા સ્નાયુ જેવું છે તેની ગડીઓ ખોલીએ તો લગભગ બમણા કદનું થાય.
- માણસના મગજમાં યાદશક્તિ કેન્દ્રમાં અબજો કોષો છે. તંદુરસ્ત માણસ ૨૫૦૦ જેટલા ચિત્રો માત્ર સેકંડ સુધી જુએ તો પણ ૯૦ ટકા ચિત્રો યાદ રહી જાય છે.
- માણસની આંખ લગભગ ૭૦ લાખ જેટલા જુદા જુદા રંગોને પારખી શકે છે.
- માણસની આંગળીના ટેરવાથી ૧૩ નેનો મીટર જેટલી સૂક્ષ્મ ખાંચ પણ અનુભવી શકાય છે.
- માણસનું હૃદય દર મિનિટે લગભગ પાંચ લિટર જેટલું લોહી પમ્પિંગ કરે છે.
- માણસના મૂછ અને દાઢીના વાળ અન્ય કરતા ઝડપથી વધે છે.
- નાનકડો અવાજ પણ માણસની આંખ અને કીકીને પહોળી કરે છે.
- માણસના પગમાં સૌથી વધુ પ્રસ્વેદ ગ્રંથિ હોય છે. એટલે જ પગ ઉપર પરસેવો વધુ વળે છે.