Get The App

ભારતની સાગર જેવી નદી : બ્રહ્મપુત્રા

Updated: Jun 30th, 2023


Google NewsGoogle News
ભારતની સાગર જેવી નદી : બ્રહ્મપુત્રા 1 - image


ભા રતની ગંગા અને યમુના નદી પછી બ્રહ્મપુત્રા નદી સૌથી મોટી છે. પશ્ચિમ બંગાળના ઉપસાગરને મળતી આ નદી અનેક વિશિષ્ટતા ધરાવે છે. તિબેટ, ભારત અને બાંગ્લાદેશ એમ ત્રણ દેશોમાં વહેતી આ નદી લગભગ ત્રણ હજાર કિલોમીટર લાંબી છે. અને કેટલાક સ્થળે ૧૦ કિલોમીટર પહોળી છે. એક સાગર જ જોઈ લો તેવી આ વિશાળ નદીમાં વિશ્વનો સૌથી મોટો નદી ટાપુ માજોલી આવેલો છે.

આશરે સાત હજાર મીટર ઊંચા કૈલાસ  પર્વત પરથી નીકળતી આ નદી જુદા જુદા સાત નામે ઓળખાય છ. તિબેટમાં તેને ત્સાંગઓ અને ઝાંગ્બો કહે છે. ભારતના આસામમાં બ્રહ્મપૂત્ર અને સાગરને મળે છે ત્યાં તેનું નામ મેઘના છે. બાંગ્લાદેશમાં આ નદી જમુનાના નામે ઓળખાય છે. કયારેક સાંકડા કોતરી વચ્ચે તો કયારેક મેદાનોમાં વહેતી આ નદી આસામની જીવાદોરી છે.


Google NewsGoogle News