સેન્ટ મેરી ટાપુના લાવાના કુદરતી સ્તંભ

Updated: Sep 8th, 2023


Google NewsGoogle News
સેન્ટ મેરી ટાપુના લાવાના કુદરતી સ્તંભ 1 - image


સેન્ટ મેરી ટાપુના લાવાના કુદરતી સ્તંભ

- ભા રતના કર્ણાટકમાં સેન્ટ મેરી આઈલેન્ડ નામનો ટાપુ સમૂહ જાણીતો છે. તેમાં ચાર ટાપુ પૈકી કોકોનટ આઈલેન્ડ પર કુરદતે સર્જેલી અજાયબી જેવા કાળા પથ્થરના સંખ્યાબંધ સ્તંભ જોવા મળે છે. ૫૦૦ મીટર લાંબા અને ૧૦૦ મીટર પહોળા ષટકોણ આકારના ટાપુ પર લાખો વર્ષ  પહેલાં જ્વાળામુખીની પ્રક્રિયાથી સર્જાયેલા આ સ્થંભો લાવારસના બનેલાં છે. આ સ્થળ જીઓ ટુરિઝમ કહેવાય છે.

ઈ.સ. ૧૪૯૮માં પોર્ટુગલ પ્રવાસી વાસ્કોડી ગામા ભારતમાં પ્રવેશતાં પહેલાં આ ટાપુ પર ઉતરેલો અને તેણે ટાપુને સેન્ટ મેરીનો ટાપુ નામ આપ્યું ત્યારથી આ ટાપુઓ એ નામે જ ઓળખાય છે. ટાપુ પર નિયમિત આકારના પાંચ, છ કે સાત બાજુ ધરાવતા ઊભા સ્તંભોની રચના અજાયબી જેવી લાગે. સૌથી મોટો સ્તંભ ૨૦ ફૂટ ઊંચો છે. આ અગ્નિકૃત ખડકના બનેલા છે. આ ટાપુ અંગે અનેક વૈજ્ઞાાનિક સંશોધનો થયા છે. ભૂસ્તર શાસ્ત્રીઓ માટે મહત્વપૂર્ણ સંશોધન સ્થાન છે. આ ટાપુ પર કર્ણાટકના માલ્પી બંદરેથી જવાય છે. ત્યાં પણ વદાભંદેશ્વર મંદિર નામનું પૌરાણિક મંદિર જોવા લાયક છે.

સેન્ટ મેરી ટાપુના લાવાના કુદરતી સ્તંભ 2 - image

- ભારતના વિશાળ વડલા

ભરૃચ નજીક નર્મદાકિનારે આવેલો કબીરવડ તેની વિશાળતા માટે વિશ્વ પ્રસિદ્ધ છે. ૩.૫ એકરમાં ફેલાયેલા આ વડલાના વૃક્ષને ૩૦૦૦ જેટલી વડવાઈઓ છે તેની નીચે ઊભા હોઈએ ત્યારે વડલાના ગાઢ જંગલમાં ઊભા હોઈએ તેવું લાગે. આ વડલા હેઠળ ૭૦૦૦ સૈનિકોએ આશરો લીધો હોવાનું ઇતિહાસમાં નોંધાયેલું છે. કબીર વડ ૫૫૦ વર્ષ જૂનો છે.

કોલકાતાના બોટનિકલ ગાર્ડનનો વડલો પણ જાણીતો છે. ૨૦૦ વર્ષ જૂનો આ વડ ૪૫૫ ચોરસમીટર ઘેરાવામાં ફેલાયેલો છે.

આંધ્રપ્રદેશ અનંતપુરમમાં આવેલા વિશાળ વડલાને મોટા વડ તરીકે ગીનેસ બુકમાં સ્થાન મળ્યું છે. ૫.૨ એકરના ઘેરાવામાં ફેલાયેલા આ વડલાને ૧૧૦૦ વડવાઈઓ છે.

સેન્ટ મેરી ટાપુના લાવાના કુદરતી સ્તંભ 3 - image

મગજ જુદી જુદી વસ્તુઓને કેવી રીતે યાદ રાખે છે!

આ પણું મગજ શરીરનું સંચાલન કરવા ઉપરાંત જાતજાતના વિષયોનું જ્ઞાાન, લોકોની ઓળખ, ભૂતકાળની ઘટનાઓ વગેરે યાદ રાખે છે અને જરૃર પડયે તાત્કાલિક યાદ પણ કરી શકે છે. ભવિષ્યના  વિચારો પણ કરે છે. આટલું નાનું મગજ આટલા બધા કામ કેવી રીતે કરી શકે છે તે વિષે વિજ્ઞાાનીઓને પણ પુરી ખબર નથી. પરંતુ સંશોધનો અને અવલોકનોના આધારે વિજ્ઞાાનીઓ કહે છે કે મગજમાં અબજો જ્ઞાાનકોષો હોય છે. તે વૃક્ષની ડાળીઓની જેમ એકબીજા સાથે જોડાઈને મોટું જાળું બનાવે છે. જ્ઞાાનકોષ એકબીજા સાથે ટેન્ડ્રાઈટ નામના સૂત્રથી જોડાયેલા છે. આ બધું જોવા માટે માઈક્રોસ્કોપની જરૃર પડે, નરી આંખે દેખાય નહીં. જુદા જુદા કામ માટે મગજમાં જુદા જુદા કેન્દ્ર હોય છે. આંતરિક હિસ્સામાં યાદકેન્દ્ર હોય છે. યાદકેન્દ્ર પણ બે હોય છે તેમાં રહેલા કોષોમાં અગણિત માહિતી હોય છે. કોષો ન્યૂરોટ્રાન્સમીટર નામના વિદ્યુત સિગ્નલ વડે એકબીજાને માહિતી આપે છે. આ જાળા કરોડરજ્જુ દ્વારા શરીરના જુદા જુદા અંગો સાથે જોડાયેલા હોય છે. આંખ, કાન, જીભ અને ચામડી જોયેલું, સાંભળેલું, ચાખેલુ અને સ્પર્શ કરેલું વગેરે માહિતી મગજમાં પહોંચી જાય છે. મગજમાં વાંચેલું, ભણેલું અને અનુભવેલું લાંબા ગાળાની યાદ તરીકે સંઘરાય છે. મગજનું કામ ઘણું જ  જટિલ છે. વિવિધ માણસોમાં વિવિધ પ્રકારની માનસિક શક્તિઓ પણ હોય છે.

સેન્ટ મેરી ટાપુના લાવાના કુદરતી સ્તંભ 4 - image

દૂધગંગા ગેલેક્સીનું જાણવા જેવું

આપણી સૂર્યમાળા દૂધગંગા ગેલેક્સીનો એક  ભાગ છે. દૂધગંગા ગેલેક્સીને 'મિલ્કી વે' પણ કહે છે. અવકાશમાં દૂધિયા રંગના પટ્ટા જેવી દેખાતી હોવાથી તેનું નામ પડયું છે.

દૂધગંગાના અસ્તિત્વની શોધ ઈ.સ. ૧૬૨૦માં ગેલીલિયોએ કરી હતી. એડવિન હબલે વધુ સંશોધન કરી બ્રહ્માંડમાં અન્ય ગેલેક્સીઓ પણ શોધી હતી.

દૂધગંગાના કેન્દ્રમાં વિરાટ  બ્લેક હોલ છે.

દૂધગંગામાં અબજો તારા છે. પૃથ્વી ઉપરથી તેનો થોડો ભાગ જ જોઈ શકાય છે.

દૂધ ગંગા તેની કેન્દ્રીય ધરી પર ચક્રાકાર ફરે છે.

ચીનમાં દૂધગંગાને રૃપેરી નદી કહે છે.

આપણી સૂર્યમાળા દૂધ ગંગાના કેન્દ્રની આસપાસ ૮૨૭૦૦૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પ્રદક્ષિણા કરે છે.

સેન્ટ મેરી ટાપુના લાવાના કુદરતી સ્તંભ 5 - image

ઇજનેરી અજાયબી  જિઓડેસિક ડોમ

ફૂ ટબોલ નાના ષટકોણ આકારના ટૂકડા જોડીને બનાવેલો ગોળાકાર દડો છે. સપાટ ચામડાના ટૂકડા જોડીને સંપૂર્ણ ગોળાકાર દડો એ ભૌમિતિક કરામત છે. ઇ.સ.૧૯૫૪માં બકમિન્સ્ટર ફૂલર નામના ઇજેનેરે ધાતુના બનેલા એક સરખા કદના ત્રિકોણ ટૂકડા જોડીને એક વિશાળ ગોળો તૈયાર કર્યો. આ ગોળો ત્રિકોણની ત્રણે બાજુએ એક બીજાના આધારથી ટકી રહે છે. આવો જ અર્ધગોળાકર એક વિશાળ ગુંબજ બને આ ગુંબજને થાંભલાના ટેકાની પણ જરૃર નહીં. આ ગુંબજ ને જિઓડેસિક ડોમ કહે છે. તેની હેઠળ રમતગમતના સ્ટેડિયમ પણ બને. ફલોરિડાના ડિઝનીલેન્ડમાં સ્પેશથી અર્થ ડોમ વિશ્વ વિખ્યાત છે. પ્લેનેટોરિયમ અને વેધશાળાઓ જિયોડેસિક ડોમ આકારના જ બને છે. અમેરિકાના મિસૂરી બોટનિકલ ગાર્ડનમાં આવેલું કલાઈમેટ્રિન ગ્રીનહાઉસ જિઓડેસિક ડોમ આકારનું છે. તેનો વ્યાસ ૪૨ મીટર અને ઊંચાઈ ૨૧ મીટર છે. તે એલ્યુમિનિયમના સળિયાના ષટકોણોથી બનેલો છે. વિશ્વમાં સૌથી મોટો જાપાનનો ફુકુઓકા ડોમ ૨૧૬ મીટર વ્યાસનો છે. તેમાં ૩૮૫૬૧ પ્રેક્ષકો બેસીને રમતગમત અને કાર્યકર્મો માણી શકે છે.

સેન્ટ મેરી ટાપુના લાવાના કુદરતી સ્તંભ 6 - image

ચિત્તોડગઢનો પ્રાચીન વિજયસ્તંભ

રા જસ્થાન ભવ્ય કિલ્લા, રાજમહેલો અને જંતરમંતર જેવી વેધશાળાના સ્થાપત્યોથી જાણીતું બન્યું છે. રાજસ્થાનના જયપુર, ચિત્તોડગઢ, બિકાનેર જેવા શહેરોમાં ઘણાં સ્થાપત્યો આકર્ષણનું કેન્દ્ર છે. ચિત્તોડગઢનો કિલ્લો તો જોવા જેવો છે જ પણ તેમાં આવેલો વિજય સ્તંભ ભારતનું નોંધપાત્ર સ્થાપત્ય છે. મેવાડના રાજા કુંભાએ મહમદ ખિલજીની સેના સામે વિજય મેળવ્યો તેની યાદમાં ઈ.સ. ૧૪૪૨માં વિજયસ્તંભ બંધાવેલો.

પથ્થર, આરસ અને લાલ માટીનો ઉપયોગ કરીને બાંધવામાં આવેલા આ સ્તંભમાં ભૂમિતિના ઘણા સિધ્ધાંતોનો ઉપયોગ થયો છે. ૯ માળનું આ સ્થાપત્ય ૬૦૦ વર્ષથી આજે પણ અડીખમ છે. વિજય સ્તંભની ઊંચાઈ ૩૭.૧૯ મીટર છે. દરેક માળે બહાર નીકળેલી બાલ્કની છે. સ્તંભની ચારે તરફની દિવાલો પર દેવી દેવતાની આકર્ષક મૂર્તિઓ અને શિલાલેખો કોતરેલા છે. સ્તંભ ૧૦ ફૂટ ઊંચા પ્લેટફોર્મ પર ઊભો છે. આ સ્તંભને વર્લ્ડ હેરિટેજ સાઈટ્સમાં સ્થાન 

મળેલું છે.


Google NewsGoogle News