Get The App

ચોક્કસ સમય બતાવતી સેસિયમ કલોક

Updated: Mar 1st, 2024


Google NewsGoogle News
ચોક્કસ સમય બતાવતી સેસિયમ કલોક 1 - image


ઘ ડિયાળો સમય બતાવે છે. પરંતુ સમય જતાં આગળ પાછળ પણ થઈ જાય અને ખોટો સમય બતાવે. એક સેંકડ એટલે ખરેખર કેટલો સમય ? આંખના પલકારા જેટલો ! આંતરરાષ્ટ્રીય સમયનું માપ પૃથ્વીની પ્રદક્ષિણાના સમય સાથે જોડાયેલું હતું. પૃથ્વી સૂર્યને ફરતે એક ચક્ર પૂરું કરે એટલે એક વર્ષનો સમય વિત્યો એમ ગણાતું પરંતુ તેમાંય ચોકસાઈ રહે નહી. ૧૯૬૭માં સેેસિયમ કલોક નામની અણુ ઘડિયાળ સમયને આંતરરાષ્ટ્રીય સમય ગણનાનું પ્રમાણ અપનાવાયો.

સેસિયમ ધાતુનો અણુ એક સેંકડમાં ૯૧૯૨૬૩૧૭૭૦ વખત ધ્રુજે છે. અને તેના સમયગાળામાં કદી વધઘટ થતી નથી. સેસિયમ કલોકની રચના જટિલ છે. તેમાં પ્રવાહી સેસિયમને ગરમ કરી વાયુ બનાવાય છે. વાયુના અણુઓ બે ઇલેક્ટ્રોમેગ્નેટીક વચ્ચે પસાર થઈને માઈક્રોવેવ ઉત્પન્ન કરાય છે. ત્યાર બાદ તેને દર સેંકડે એક ઝબકારો મારે તેમ ગોઠવાય. આખું સાધન વાતાવરણના ઇલેક્ટ્રોમેગ્નેટીક ફોર્સથી રક્ષિત હોય છે.


Google NewsGoogle News