Get The App

બેટરીના ઇતિહાસનું અવનવું .

Updated: Feb 7th, 2025


Google NewsGoogle News
બેટરીના ઇતિહાસનું અવનવું                                 . 1 - image


મોબાઈલ, ઇલેક્ટ્રોનિક ઘડિયાળો, કેલ્ક્યૂલેટર, ઇલેક્ટ્રોનિક રમકડા અને લેપટોપ જેવા સાધનોમાં ઇલેક્ટ્રિક પ્રવાહ મેળવવા બેટરીનો ઉપયોગ જાણીતો છે. વાહનોમાં વપરાતી મોટા કદની વજનદાર બેટરીથી માંડીને ઘડિયાળમાં વપરાતાં નાનકડા સેલના સ્વરૂપમાં મળતી બેટરી વીજળી મેળવવાનું અદ્ભુત સાધન છે. આપણા રોજીંદા જીવનમાં વીજપાવર અનિવાર્ય છે અને બેટરી પણ તેનો જ ભાગ છે. આ નાનકડી બેટરીનો ઇતિહાસ અને વિકાસ પણ રસપ્રદ છે.

નવાઈ લાગે પણ બે હજાર વર્ષ પહેલા પણ લોકો બેટરીનો ઉપયોગ કરતાં. આ પૂરાતન બેટરી પણ જોવા જેવી હતી. બગદાદના મ્યુઝિયમમાં આજે તે જોવા મળે છે તેને બગદાદ બેટરી કહે છે. માટીના નાનકડા ઘડામાં દ્રાક્ષ જેવા ખાટા ફળનો રસ ભરીને તેમાં તાંબાની પટ્ટી મૂકીને વીજળી પેદા કરાતી. તેનો ઉપયોગ શું હતો તે સ્પષ્ટ થતું નથી. આજે આપણે જે જાતજાતના સેલ અને બેટરી વાપરીએ છીએ તેના સિધ્ધાંતની શોધ ઇ.સ. ૧૮૦૦માં એલેસાન્ડ્રો વોલ્ટાએ કરેલી. વોલ્ટાએ ઘણા પ્રયોગો વચ્ચે ચાંદીના પતરા મૂકી અને થપ્પી  બનાવી. આ થપ્પીની પહેલી અને છેલ્લી પ્લેટને વાયર વડે જોડવાથી વીજળીનો પ્રવાહ વહેતો  થાય. આ વિશ્વની પ્રથમ બેટરી હતી તેને 'વોલ્ટિક પાઈલ' કહેતા.

બેટરીમાં થતી રાસાયણિક પ્રક્રિયા સમજવા એક સાદો પ્રયોગ જાણીતો છે. કાચની બરણીમાં સલ્ફ્યુરિક એસિડ ભરીને તેમાં જસત કે ઝિંકનો સળિયો બોળવાથી સળિયાની સપાટી ખવાવા માંડે. એસિડ ધાતુ પર અસર કરે છે. ત્યારે તેમાંથી હાઈડ્રોજનના પરપોટા નીકળવા માંડે. સળિયો થોડો ગરમ થાય ત્યારે હાઈડ્રોજન અને સલ્ફરના કણો છૂટા પડે. સળિયો એસિડમાં પુરેપુરો ઓગળી જાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલે છે. હવે જસતના આ સળિયાથી થોડે દૂર કાર્બનનો બીજો સળિયો મૂકવામાં આવે ત્યારે કાર્બન ઉપર એસિડની કોઈ અસર થતી નથી. જસત અને કાર્બનના બહાર રહેલા છેડાને વાયર વડે જોડીએ તો પ્રક્રિયા બદલાઈ જાય. જસતના સળિયામાંથી છૂટતા કણો કાર્બનના સળિયા તરફ વહેવા લાગે છે. અને વાયરમાં વીજપ્રવાહ ઉત્પન્ન થાય છે. પાવર સેલની સપાટી જસતની અને અંદર ઊભો કાર્બનનો સળીયો તમે જોયા હશે. સમય જતાં જસત અને એસિડ ખલાસ થાય ત્યારે બેટરી ઉતરી ગઈ તેમ કહેવાય છે. મોટા વાહનોની બેટરી ઉતરી જાય ત્યારે તેમાં નવો એસિડ ભરીને રિચાર્જ કરી શકાય છે.


Google NewsGoogle News