પુસ્તકનું મહત્વ વધતું જ જશે

- વિશ્વના ઘણાં મહાન નેતાઓના પત્રો લંડનની ઈન્ડિયન લાઈબ્રેરીમાં આજે પણ સચવાયેલા પડયા છે

- વિચાર વિહાર - યાસીન દલાલ

Updated: May 1st, 2020


Google NewsGoogle News
પુસ્તકનું મહત્વ વધતું જ જશે 1 - image


- કેટલાક પત્રોમાં તો ઈતિહાસની અવિસ્મરણીય સામગ્રી સચવાયેલી પડી છે. વિશ્વના ઘણાં મહાન નેતાઓના પત્રો લંડનની ઈન્ડિયન લાઈબ્રેરીમાં આજે પણ સચવાયેલા પડયા છે

૨૩ એપ્રિલ એટલે કે વિશ્વ પુસ્તક દિવસ માનવીય જીવનમાં ખાસ કરીને તેની ઘડતર પ્રક્રિયામાં પુસ્તકનું મૂલ્ય અને પ્રધાન કેટલું અગત્યનું છે તે આપણા રાજય, દેશ કે સમગ્ર વિશ્વનાં સાહિત્યકારોના જીવન અને કવન પરથી સ્પષ્ટ સમજાય છે. આપણે સાહિત્યકારો અને સર્જકોના જીવન પર નજર કરીએ ત્યારે સમજાય કે તેઓના પ્રદાનમાં પુસ્તકોનું કેટલું મોટું યોગદાન છે. ઈંગ્લેંડની પ્રજાના લોહીમાં નવી ચેતના લાવનાર લેખક સેકસપિયરની યાદમાં યુનેસ્કો તરફથી વિશ્વ પુસ્તકદિન ઉજવવાનું પ્રારંભ થયો. સેકસપિયરની અમર રચનાઓમાં ઓથેલો, હેમલેટ અને મેકબેથ જેવા પ્રખ્યાત નાટકોનો સમાવેશ થાય છે. 

હસ્તલિખિત ગ્રંથોમાં સૌથી પ્રાચીન ગ્રંથ તરીકે ઋગ્વેદની ગણના થાય છે. ત્યારબાદ યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, ઉપનિષદ અને સમગ્ર વેદકાળનું સાહિત્ય પણ વૈદિક સાહિત્ય તરીકે ઓળખાય છે. પરંતુ પુસ્તકનો જન્મ તો ઈસવીસન પૂર્વે ૩૫૦૦ વર્ષ પહેલા તો ઈસ્વીસન પૂર્વે ૩૫૦૦ વર્ષ પહેલા મેસોપોટેમિયાની સંસ્કૃતિમાં થયો ત્યારતી મુદ્રણ કલા વિકસતાં વિકસતાં છેક ૧૯૮૫ કોન્ટેકટે ડિસ્ક સીડી પર બૃકનું સૌ પ્રતમ અવતરણ થયું જે પુસ્તકનાં પ્રાચીનથી અર્વાચીન અવતારની રોમાંચક ગાથા છે.

આપણે જાણીએ છીએ કે આપણાં ક્રાંતીકારીઓમાં ગાંધીજીકે જેમને એક પુસ્તકમાં અનટુ ધી લાસ્ટ નામનાં પુસ્તકમાં અભ્યાસથી પોતાની જીંદગીનું સંપૂર્મ પરિવર્તન આવ્યું હતું. આપણા બંધારણનાં રચયતા પૂ. ડો. બાબાસાહેબ આંબેડકર પોતાની અડધી જીંદગીમાં લાઈબ્રેરીમાજ પસાર કરી પુસ્તકો વાંચવાનો તેમને ગજબનો શોખ હતો.

અત્યારે મોબાઈલનો જમાનો છે એનીસાતે સાથે મોબાઈલની પીરભાષા પણ આવી ગઈ છે. ફેઈશ બુક. ટવીટર, બ્લોગ, જીબી, મેમરી એમ.પી. ૩ ઉપરાંત મોબાઈલમાં ઓડિયો રેકોર્ડીંગ અને વીડીયો રેકોર્ડીંગ પણ થાય છે. એસ.એમ.એસ. અને એમ.એમ.એમ.એસ.થી પણ વાતચીત થઈ શકે છે. લોકો વાતવાતમાં એસ.એમ.એસ. મોકલતા થઈ ગયા છે. જુદી જુદી મોબાઈલ કંપનીઓ એસ.એમ.એસ. માટે જુદી જુદી સ્કીમો કાઢે છે કોઈ કંપની ૩૦ રૂા.માં મહિને ત્રણસો એસ.એમ.એસ.આપે છે તો વળી કોઈ કંપની ૩૪ રૂપિયામાં ત્રણસો ચાલીસ એસ.એમ.એસ. આપે છે. કેટલાક હરખ ઘેલા લોકોને આટલાથી પણ સંતોષ નથી થતો એટલે દરરોજ મોબાઈલ હાથમાં રાખીને આંગળીથી એસ.એમ.એસ. કરતાં જ રહે છે. હવે એસ.એમ.એસ. સાથે ઈન્ટરનેટનું જોડાણ પણ આવી ગયું છે.

પરીણામે લોકો હવે પત્ર લેખનની કળા ભૂલતાં જાય છે. કોમ્યુનિકેશનની આખી તરાહ બદલી ગઈ છે. ઘણા લોકોને એમ લાગે છે કે, પત્રલેખનમાં જે ઉષ્માં અને લાગણી હતા તે મોબાઈલમાં નથી. મોબાઈલના ગેરલાભ પણ છે. એમાં તરત સામેની વ્યક્તિનો નંબર અને નામ પણ આવી જાય છે. પરિણામે લોકો અણગમતી વ્યક્તિના ફોન ઉપાડતા જ નથી. એ લોકો એટલું નથી વિચારતા કે ફોન કરનાર વ્યક્તિના બદલે સામેના છેડાની વ્યક્તિનું પણ કામ હોઈ શકે છે. મોબાઈલમાં સાયલન્ટ મોડ હોવા છતાં કેટલાક લોકો ફોનને સ્વીચ ઓફ કરી દે છે એ લોકો વિચારતા નથી કે એમનું કોઈ સ્વજન માંદુ પડયું હોય કે અવસાન પામ્યું હોય તો એના સમાચાર એમના સુધી કોણ પહોંચાડે?

એકવાર ટેલિફોન બહુ ઓછા ઘરમાં જોવા મળતા જે ઘરમાં ટેલિફોન હોય તે ઘર બહુ સમૃધ્ધ ગણાતું. બહાર ગામ ટેલિફોન કરવો હોયતો પોસ્ટરઓફિસમાં જવું પડતું. કલાકો સુધી રાહ જોઈને બેઠા રહેવું પડતું. ટેલિફોન લાગે ત્યારે પણ બહુ મોટા અવાજે બોલવું પડતું. ટેલિફોન પ્રમાણમાં ખૂબ સસ્તા અને વ્યાપક બની ગયા છે. મોટા શહેરમા ંલતે લતે એસ.ટી.ડી. પી.સી.ઓ.ના કેન્દ્રો ખૂલી ગયા છે. પાનની રેંકડીઓ કે દૂધની કેબિનો ઉપર પણ મોબાઈલ ફોન જોવા મળે છે.

આ ટેલિફોન ક્રાંતિનાં સારા પરિણામ આવ્યાં છે. તેમજ કેટલાંક દુઃખદ પરિણામ આવ્યાં છે. અગાઉ કહ્યું તેમ આજે પત્ર લેખનની ટેવ તદ્દન ઘટી ગઈ છે. એક જમાનો એવો હતો કે જયારે મહાપુરૂષોના પત્રોનો સંગ્રહ થતો અને પાછળથી એનું પુસ્તક પણ થતું. ગાંધી નહેરૂ, જય પ૩કાશ નારાયણ જેવા નેતાઓ દરેક પત્રનો જવાબ લખતાં જેલમાંથી નહેરૂએ ઈંદિરા ગાંધીને લખેલા પત્રોનો એ સંગ્રહ પ્રગટ થયો છે.આ બદા પત્રોનું આજે દસ્તાવેજી મૂલ્ય છે. એમાં કેટલાક પત્રોમાં તો ઈતિહાસની અવિસ્મરણીય સામગ્રી સચવાયેલી પડી છે. વિશ્વના ઘણાં મહાન નેતાઓના પત્રો લંડનની ઈન્ડિયન લાઈબ્રેરીમાં આજે પણ સચવાયેલા પડયા છે.

પત્રો લખવાની ટેવમાંથી પત્ર મૈત્રીનો શોખ એક જમાનામાં દુનિયાના બધા જ દેશોમાં ફેલાયેલો હતો. એમાંથી કેટલાક લોકોએ પ્રેમમાં પડીને લ્ગન પણ કર્યા છે. કેટલાક કિસ્સા એવા છે કે, બે મિત્રો દૂર દૂરના દેશોમાં રહેતા હોય, એમની વચ્ચે પત્ર મૈત્રી બંધાય. વર્ષો સુધી ચાલે પણ બેમાંતી કોઈ એકબીજાને કદી મળવા ન હોય. આવો એક કિસ્સો જાણવા જેવો છે.  દિલ્હીમાં રહેતા રાજીવસેને એક વખત અમેરિકામાં રહેતા માર્ટિનને પત્ર લખ્યો. રાજીવને હોલીવુડની ફિલ્મોનો શોખ હતો. એ વીડિયો ફિલ્મ ઉપર એક સામાયિક બહાર પાડતો હતો. એમાં કેટલાક ફિલ્મોની માહિતી ખૂટતી હતી. જે મેળવવા માટે એણે માર્ટિનને પત્ર લખ્યો હતો. માર્ટિનને પત્રનો જવાબ ન આપ્યો. પણ એના એક સાથીદાર ડેરિકને જવાબ આપવા જણાવ્યું ડેરિકે બહુઉષ્મા ભર્યો જવાબ આપ્યો એટલું જ નહીં. પત્રના અંતે એમ પણ લખ્યું કે, તેમણે ફિલ્મો વિષે વધુ માહિતી જોઈતી હોય તો વિના સંકોચે જણાવશો. આમ બંને વચ્ચે પત્ર વ્યવહારનો એક સિલસિલો શરૂ થઈ ગયો.

પત્રોનો એક પ્રકાર પ્રેમપત્રોનો પણ છે. પ્રતિમા બેદીએ જાણીતા ધારાશાસ્ત્રી રજની પટેલને લખેલા પ્રેમપત્રોનું એક પુસ્તક પણ પ્રસિધ્ધ થયું છે. એ પ્રસિધ્ધ થયું ત્યારે પુસ્તકે જબરી સનસનાટી મચાવી દીધી હતી. પ્રતિમા બેદીએ એનો એકરાર કર્યો હતો અને કહ્યું હતું કે, એમના પત્રો એક સામાજિક સંબંધનાં પુરાવા જેવા હતાં. પ્રતિમાએ એના પ્રેમપ્રકરણની સરખામણી  મીરાં-કૃષ્ણના સંબંધો સાથે કરી હતી. અને એવી દલીલ કરી હતી, કે સ્ત્રી માટે સૌથી વધુ પવિત્ર વસ્તુ એની પ્રતીક્ષા છે. પ્રતિમા એક ખ્યાતનામ નર્તકી હતી. એના કહેવા મુજબ એને આ પત્રો પ્રગટ થવાથી ભારે પીડા થઈ હતી.

કેટલાક મહાપુરષો પણ એમણે લખેલા પ્રેમપત્રો બદલ ભારે વિવાદાસ્પદ બન્યા છે. નેતાજી સુભાષચંદ્ર બોઝ એમિલિ નામની ઓસ્ટ્રિયાની યુવતીને ચાહતા હતાં. એમણે એમિલિને કેટલાક યાદગાર પ્રેમપત્રો પણ લખ્યા હતાં. સુભાષબાબુનું વિમાન અકસ્માતમાં અવસાન થયું. એ પછી એમિલિનું શું થયું એ જાણવાની એમનાં મિત્રોમાં ઉત્સુકતા હતી. સુબાષબાબુનાં મિત્ર નાથાલાલ એમિલિને મળવા ગયા ત્યારે એમણે જાણવા મળ્યું કે, એમિલિ એક ભારતીયને પરણી હતી. એટલું જ નહીં, પણ હિંદી સંસ્કૃતિ પણ અપનાવી હતી. ૧૯૯૧માં એમિલિનું ૮૫ વર્ષની ઉંમરે જર્મનીમાં અવસાન થયું. તેઓ મૃત્યુ સુધી નેતાજીની સ્મૃતિમાં જીવ્યા હતાં.

સુભાષબાબુ અને એમિલિ વચ્ચે નિયમિત પત્રોની આપલે થઈ હતી. ૧૯૩૪થી ૧૯૪૨ વચ્ચે લખાયેલા ૧૬૨ પત્રો પુસ્તકરૂપે પ્રસિધ્ધ પણ થયા હતાં. આઝાદ હિંદ ફોજના વડા સુભાષબાબુનું આ પત્રોમાં એક બિલકુલ જુદું જ વ્યક્તિત્વ જોવા મળે છે. અહીં સુભાષબાબુ કોઈ ફોજના વડા નહીં પણ એક અત્યંત ઉર્મિશીલ પ્રેમી તરીકે દાખાય છે. એમિલિ માંદી પડી અને હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું ત્યારે સુબાષબાબુએ અનેક પત્રો લખીને એની તબિયતની પૂછપરછ કરી હતી. એમિલિએ નાતાલ ઉપર એમને તસવીરોની એક કિતાબ ભેટ મોકલી હતી. એ બદલ એમણે એમિલિનો ખાસ આભાર માન્યો હતો. એમિલિને બીમારીમાંથીકઈ દવા લેવી એનું માર્ગદર્શન પણ એમણે આપ્યું હતું. એમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું ત્યારે એના સમાચાર આપતા એમણે લખ્યું હતું કે, ભારત એક વિશિષ્ટ દેશ છે. અહીં લોકો સત્તામાં માટે પૂજાતા નથી પણ સત્તા છોડી દે છે. ત્યારે પૂજાય છે. મારૂં લાહોરમાં રાજીનામું આપ્યા પછી જે સ્વાગત થયું તે હું પ્રમુખપદે હતો એના કરતાં પણ વધુ જોરદાર હતું. સુભાષબાબુ આઝાદ હિંદ ફોજના વડા તરીકે જેટલા ખડતલ હતા તેટલા જ અંગત જીવનમાં સંવેદનશીલ હતાં. એકવાર તો એમણે લખ્યું હતું કે, 'આ ભવમાં નહીં તો આવતા ભવમાં આપણે મળીશું તો ખરા જ હું ભલે તારાથી દૂર પડયો હોઉ. છતાં તું તો મારા સાનિધ્યમાં જ છે. તું ચિરકાળ મારા અંતરમાં જ નિવાસ કરી રહી છે.'

પત્રો હૃદયની અત્યંત નાજુક ઊર્મિઓ વ્યક્ત કરવાનું માધ્યમ છે. ટપાલની શોધ નહોતી થઈ ત્યારે એક જમાનામાં કબૂતર જેવા પંખીની ડોકમાં ચિઠ્ઠી લખી તરતી મૂકી દવાતી આજે એને બદલે 'ઈન્ટરનેટ ચેટિંગ' થાય છે. પણ ટેલિફોન કે ઈન્ટરનેટ પત્રવ્યવહારનું સ્થાન કદી લઈ શકે નહીં.

પત્ર લેખન પણ એક કળા છે. કેટલાક નેતાઓ અને સાહિત્યકારો ખૂબ લાંબા અને વિગતપૂર્ણ પત્રો લખાતા હતાં. આ પત્રો આજે એ જમાનાના ઐતિહાસિક દસ્તાવેજ જેવા બની ગયા છે. આજે જે કળા લગભગ અલિપ્ત થઈ રહી છે એને એક જમાનામાં બહુ મોટું મહત્વ આપવામાં આવતું. ટેલિફોનના વાયર નિર્જીવ હોય છે. પણ પત્રના શબ્દો લાગણી અને ભાવથી ભરપૂર હોય છે. ગમે તેટલી સંદેશાવ્યવહારની નવી ટેક્નિક શોધાય તો પણ એ કદી પત્રનું સ્થાન લઈ શકશે નહીં. કેટલાક સાહિત્યકારોએ લખેલા પત્રો એમની બીજી સાહિત્ય કૃતિઓ જેટલા જ ચિરંજીવ અને અમર છે. સંશોધનમાં પણ આ પત્રો ઉપયોગી બની રહે છે.


Google NewsGoogle News