Get The App

આજે કયો દિવસ છે..? એમ પૂછી વિદ્યાર્થીનીને ચુંબન કરનાર શિક્ષકને પાંચ વર્ષની કેદ

Updated: Apr 2nd, 2024


Google NewsGoogle News
આજે કયો દિવસ છે..? એમ પૂછી વિદ્યાર્થીનીને ચુંબન કરનાર શિક્ષકને પાંચ વર્ષની કેદ 1 - image


image : Filephoto

Molestation in Umargam Court Order : ઉમરગામ ખાતે આવેલી ખાનગી શાળાના વિજ્ઞાન શિક્ષકે વિદ્યાર્થિનીને આજે કયો દિવસ છે એમ પૂછી ગાલ પર ચુંબન કરવાના ગુનામાં વાપી એડિશનલ સેશન્સ કોર્ટે આરોપીને દોષી ઠેરવી પાંચ વર્ષની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.

 કેસની વિગત એવી છે કે ઉમરગામના ગાંધીવાડી ખાતે ગોકુળધામમાં આવેલી સરસ્વતી હિન્દી શાળામાં ધો.6માં ભણતી સબાના (નામ બદલ્યું છે) ગત તા.12-2-2018ના રોજ શાળા ગઇ હતી. બાદમાં વિજ્ઞાન શિક્ષક ઓમપ્રકાશ છોટેલાલ યાદવે સબાનાને વિદ્યાર્થીઓની બુક્સ ચેક કરવાના બહાને સ્ટાફ રૂમમાં બોલાવી હતી. સબાના બુકસ લઇ ગઇ તે વેળા કામવાસનામાં ચકચુર શિક્ષક ઓમપ્રકાશે દરવાજો અને બારી બંધ કરી સબાનાને આજે કયો દિવસ છે ? એમ પુચ્છયા બાદ આજે કિસ ડે છે એમ કહી સબાના ગાલ પર કિસ કરતા સબાના પરિસ્થિતિ પામી જઇ સ્ટાફ રૂમમાંથી જતી રહી હતી.

 સબાના ઘરે પહોંચી રડતા જોય માતાએ પુચ્છતા શિક્ષકની કરતૂત અંગે આખી વાત જણાવી હતી. આ ગંભીર કૃત્ય અંગે પોલીસમાં ફરિયાદ કરાયા બાદ શિક્ષક ઓમપ્રકાશની ધરપકડ કરી હતી. વાપી એડિશનલ સેશન્સ કોર્ટમાં આ કેસ સંદર્ભે હાથ ધરાયેલી સુનાવણીમાં ડીજીપી અનિલ ત્રિપાઠીએ પુરાવા સાથે શિક્ષકના ગંભીર કૃત્ય સામે અનેક પાસા સાથે દલીલો કરી હતી. જજ એમ.પી.પુરોહિતે દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને દોષી ઠેરવી પાંચ વર્ષની કેદની સજા અને રૂ.3 હજારનો દંડ ફટકારતો મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે પિડીતાને વળતર ચુકવવા આદેશ કર્યો છે.


Google NewsGoogle News