Get The App

દમણના પટલારા પુલ પરથી વાપીના યુવાને ભેદી સંજોગોમાં છલાંગ મારતા મોત

Updated: Feb 20th, 2024


Google NewsGoogle News
દમણના પટલારા પુલ પરથી વાપીના યુવાને ભેદી સંજોગોમાં છલાંગ મારતા મોત 1 - image


પુલ પરથી મૃતકની બાઈક મળી આવી હતી : લાશ્કરોએ બોટની મદદથી લાશ પાણીમાંથી બહાર કાઢી હતી

અગાઉ આ પ્રકારના બનાવો બન્યા હોવાથી પુલની બન્ને તરફ ઝાળી લગાવવા માંગ

વાપી, તા. 20 ફેબ્રુઆરી 2024 મંગળવાર

કચીગામ અને મોટી દમણને જોડતા પટલારા ગામે આવેલા પુલ પરથી આજે મંગળવારે વાપીના રાજસ્થાની યુવાને મોતની છલાંગ લગાવી હતી. તરવૈયાઓએ બોટની મદદથી હાથ ધરેલી શોધખોળમાં યુવાનની લાશ મળી આવી હતી. યુવાને કયા કારણોસર અંતિમ પગલું ભર્યું તે અંગે હાલ કોઈ વિગત બહાર આવી નથી. આપઘાત પૂર્વે યુવાને બાઈક પુલ પર પાર્ક કરી હતી.

દમણના પટલારા પુલ પરથી વાપીના યુવાને ભેદી સંજોગોમાં છલાંગ મારતા મોત 2 - image

દમણના પટલારા ગામે આવેલા પુલ પરથી આજે મંગળવારે બપોરે યુવાને ભેદી સંજોગોમાં મોતની છલાંગ લગાવી હતી. રોડ પરથી જતાં રાહદારી અને વાહન ચાલકોએ દ્રશ્ય જોતા ઉભા રહી ગયા હતા. બાદમાં લોકો એકત્રિત થયા બાદ પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી તરવૈયાઓએ બોટની મદદથી લાપત્તા થયેલા યુવાનની શોધખોળ હાથ ધરી હતી. તરવૈયાઓએ ભારે જહેમત બાદ લાશને શોધી બહાર કાઢી હતી. આપઘાત પૂર્વે મૃતકે પોતાની સ્પ્લેન્ડર મોટર સાયકલ (નં.જીજે-૧૫-ડીએસ-૩૬૩૯) પુલ પર જ પાર્ક કરી હતી.

દમણના પટલારા પુલ પરથી વાપીના યુવાને ભેદી સંજોગોમાં છલાંગ મારતા મોત 3 - image

પોલીસે મૃતકની ઓળખ કરવા હાથ ધરેલી કવાયતમાં વાપીના ચલા વિસ્તારમાં વિનાયક રેસીડેન્સીમાં રહેતા ઉદય સુમેરભાઈ ચૌહાણ (ઉ.૨.૩૧) તરીકે થઈ હતી. પરિવારજનોને જાણ કરતા પરિવારજનો અને સંબંધી દમણ પહોંચી ગયા હતા. ઉદયના આપધાત પાછળ હાલ કોઈ કારણ બહાર આવ્યું નથી. પરંતુ માનસિક તણાવને કારણે અંતિમ પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પુલ પરથી અંગાઉ આ પ્રકારના બતાવો બનતા પુલ સ્યુસાઈડ ઝોન બની ગયો છે. પ્રશાસન દ્વારા ગંભીરતા દાખવી પુલની બંને તરફ જાળી લગાવવામાં આવે તો આ પ્રકારની ઘટના પર રોક આવી શકે તેમ છે.


Google NewsGoogle News