Get The App

પારડીના મોતીવાડા હાઇવે પર વિચિત્ર અકસ્માતમાં બેના મોત, બેને ઇજા

Updated: Jan 17th, 2024


Google NewsGoogle News
પારડીના મોતીવાડા હાઇવે પર વિચિત્ર અકસ્માતમાં બેના મોત, બેને ઇજા 1 - image


- પિકઅપ ટેમ્પાનું ટાયર ફાટતા બાઇક અને રીક્ષાને અડફટે લીધા બાદ ટ્રક સાથે ભટકાયો

વાપી,તા.17 જાન્યુઆરી 2024,બુધવાર

પારડીના મોતીવાડા હાઇવે પર આજે બુધવારે પિકઅપ ટેમ્પાનું ટાયર ફાટતા બાઇક, રીક્ષા અને ટેમ્પાને અડફટે લેતા વિચિત્ર અકસ્માત થયો હતો. જેમાં મહિલા સહિત બે બાઇક સવારના મોત થયા હતા. જ્યારે રીક્ષા ચાલક સહિત બેને ઇજા થતા હોસ્પિટલમાં ખસેડયા હતા. વિચિત્ર અકસ્માતમાં રીક્ષા અને બાઇકનો કચ્ચરધાણ વળી ગયો હતો.

પ્રાપ્ત માહિતિ અનુસાર મોતીવાડા ગામે થાપડી ફળિયામાં રહેતા ગણેશ મણીલાલ નાયકા, સંબંધી  સોનુબેન જીગરભાઇ નાયકા અને જયશ્રીબેન કેતનભાઇ નાયકા આજે બુધવારે મોટરસાઇકલ (નં.જીજે-15-એલએલ-5046) પર ઉદવાડા જવા નિકળ્યા હતા. તે દરમિયાન મોતીવાડા હાઇવે પરના સર્વિસ રોડ પર પિકઅપ ટેમ્પા (નં.જીજે-01-એલટી-1045) નું ટાયર ફાટી જતા બાઇકને અડફટે લીધા બાદ ઓટો રીક્ષા (નં.જીજે-15-એકસએકસ-2808) ને ટક્કર મારી નજીકમાં ઉભેલી ટ્રક  (નં.આરજે-05-જીબી-5126 સાથે ભટકાતા વિચિત્ર અકસ્માત થયો હતો. 

ગમખ્વાર અકસ્માતમાં બાઇક ચાલક ગણેશ નાયકા અને સોનુબન નાયકાના સ્થળ પર જમોત થયા હતા. જ્યારે જયશ્રીબેન અને રીક્ષા ચાલકને ઇજા થતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. ગમખ્વાર અકસ્માતને પગલે લોકો એકત્રિત થયા બાદ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ક્રેઇનની મદદથી અકસ્માત ગ્રસ્ત વાહનોને રોડ પરથી હટાવી લીધા હતા. અકસ્માત બાદ ચાલક ભાગી ગયો હતો. જો કે એકને પકડી પાડયો હતો. આ અકસ્માતમાં રીક્ષા અને બાઇકનો કચ્ચરધાણ વધી ગયો હતો.


Google NewsGoogle News