ભિલાડના ચોરીના ગુનામાં 47 વર્ષ બાદ આરોપી પકડાયો

Updated: Sep 27th, 2023


Google NewsGoogle News
ભિલાડના ચોરીના ગુનામાં 47 વર્ષ બાદ આરોપી પકડાયો 1 - image


- સન.1976માં આરોપી 23 વર્ષનો હતો, તે વેળા ચોરીના ગુનામાં વોન્ટેડ જાહેર કરાયો હતો

વાપી,તા.27 સપ્ટેમ્બર 2023,બુધવાર 

ભિલાડ પોલીસ મથકમાં નોંધાયેલા ચોરીના કેસમાં વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે વોન્ટેડ આરોપીને 47 વર્ષ બાદ પકડી પાડયો હતો. ભિલાડ પોલીસ મથકમાં સન 1976માં ચોરીનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં ઝરોલી ગામે રહેતા ધર્મા જાનિયાભાઈ ડાબરીયા (ઉ.વ.70)ને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ આરોપી ધરપકડથી બચવા નાસતો ભાગતો હતો. ભિલાડ પોલીસે ભારે શોધખોળ કરવા છતાં આરોપી હાથ લાગ્યો ન હતો . જોકે વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના એ.એસ.આઈ. વિક્રમ રાઠોડને આરોપી અંગે બાતમી મળી હતી. જેને લઈ પોલીસની ટીમ ઝરોલી પહોંચી નાસતા ભાગતા આરોપી ધર્મા ડાબરીયાને 47 વર્ષ બાદ પકડી પાડ્યો હતો.

પોલીસે આરોપીને ભિલાડ પોલીસને હવાલે કર્યો હતો. આપીની ઉંમર 23 વર્ષની હતી તે વેળા તેની સામે ચોરીનો ગુનો નોંધાયા બાદ નાસતો ભાગતી હતો. જેતે સમયે નોંધાયેલા ગુનામાં આરોપી નગવાસ ગામે રહેતો હોવાનો ઉલ્લેખ કરાતા પોલીસે નગવાસમાં તપાસ કરતા આરોપી મળી આવ્યો ન હતો.


Google NewsGoogle News