ઉમરગામમાં કરોડોના ખર્ચે સોળસુંબા રેલવે ફ્લાય ઓવર બન્યો પણ સર્વિસ રોડની હાલત દયનીય , વાહનચાલકો તોબા પોકારી ઉઠ્યા

Updated: Aug 30th, 2024


Google NewsGoogle News
ઉમરગામમાં કરોડોના ખર્ચે સોળસુંબા રેલવે ફ્લાય ઓવર બન્યો પણ સર્વિસ રોડની હાલત દયનીય , વાહનચાલકો તોબા પોકારી ઉઠ્યા 1 - image


Vapi News : ઉમરગામના સોળસુંબા રેલવે ફાટક પર કરોડાના ખર્ચે રેલવે ફ્લાય ઓવર બનાવાયા બાદ વાહન ચાલકોને રાહત થઈ હતી. પરતું બન્ને તરફના સર્વિસરોડના નવીનીકરણ કરણના અભાવે માર્ગ ચોમાસામાં બિસ્માર બની જતા વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે. છતાં તંત્ર બેફિકર રહેતા લોકોમાં આક્રોશ ઉઠ્યો છે.

ઉમરગામના સોળસુંબા ગામે રેલવે ફાટકને કારણે ટ્રાફિકની જટિલ સમસ્યા અને પડતી હાલાકીનો લઇ રેલવે ફ્લાય ઓવર બનાવવા મંજૂરી આપવામાં આવી હતી. કરોડોના ખર્ચે ફ્લાય ઓવરનું નિમાર્ણ કરાયા બાદ વાહનોની અવરજવર શરૂ થતા રાહત મળી હતી. કરોડોના ખર્ચે ફ્લાય ઓવર કરી લોકો માટે સુવિધા ઉભી કરાઇ છે. પરંતુ ફ્લાય ઓવરના બન્ને તરફના સર્વિસ રોડનું નવીનીકરણ કરાયું ન હતું. એટલું જ નહી પણ પાણીના નિકાલની પણ સુવિધા કરાઇ ન હતી.

ઉમરગામમાં કરોડોના ખર્ચે સોળસુંબા રેલવે ફ્લાય ઓવર બન્યો પણ સર્વિસ રોડની હાલત દયનીય , વાહનચાલકો તોબા પોકારી ઉઠ્યા 2 - image

ચોમાસા દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે સર્વિસ રોડ બિસ્માર બની જવાની સાથે કાદવ કિચ્ચડને કારણે વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. છતાં વહીવટી તંત્ર બેફિકર બન્યું છે. સર્વિસ રોડ પણ સાંકડો હોવાથી ગુજરાત-મહારાષ્ટ્ર રાજ્યની એસટી બસો પણ ઉમરગામ રેલવે સ્ટેશન પર આવતી બંધ થઇ જતા મુસાફરો પણ હાલાકી ભોગવવી રહ્યા છે. તંત્ર સફાળા જાગી સર્વિસરોડને પહોંચ કરી નવીનીકરણની કામગીરી કરે તવી પણ લોક માંગ ઉઠી છે. અત્રે નોંધનીય છે કે સર્વિસરોડ પહોળો કરવા બન્ને તરફ જમીન સંપાદન કરાયા બાદ બાંધકામ દૂર કરાયા નથી. જેને કારણે પણ સમસ્યા ખૂબ જ જટિલ બની રહી છે.


Google NewsGoogle News