પારડીના ઉમરસાડી કોસ્ટલ હાઈવે પર દારૂ ભરી જતી કારના ચાલકે રાહદારીને અડફેટે લેતા મોત

Updated: Mar 12th, 2024


Google NewsGoogle News
પારડીના ઉમરસાડી કોસ્ટલ હાઈવે પર દારૂ ભરી જતી કારના ચાલકે રાહદારીને અડફેટે લેતા મોત 1 - image


કારમાંથી દારૂનો જથ્થો રોડ પર ફંગોળાયો : પોલીસે રૂ.71 હજારનો દારૂ અને કાર જપ્ત કરી કાર બાવળના વૃક્ષ સાથે અથડાયા બાદ ચાલક ફરાર

વાપી, તા. 12 માર્ચ 2024 મંગળવાર

પારડીના ઉમરસાડી કોસ્ટલ હાઈવે પર ગઈકાલે રાત્રે દારૂ ભરી જતી કાર ના ચાલકે અજાણ્યા યુવાનને અડફટે લીધા બાદ કાર રોડ નીચે ઉતરી ગયા બાદ વૃક્ષ સાથે ધડાકા મારે અથડાતા અકસ્માત થયો હતો. જેમાં યુવાનનું ગંભીર ઈજા થવાથી ઘટના સ્થળે મોત થયું હતું. ચાલક અકસ્માત બાદ કરાર થઈ ગયો હતો. કારમાંથી દારૂનો જથ્થો રોડ પર ફંગોળાયો હતો. પોલીસે રૂ.૭૧ હજારનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.

પારડીના ઉમરસાડી કોસ્ટલ હાઈવે પર દારૂ ભરી જતી કારના ચાલકે રાહદારીને અડફેટે લેતા મોત 2 - image

પારડીના ઉમરસાડી કોસ્ટલ હાઈવે પર ગઈકાલે સોધવારે રાત્રે વોકસવેગન વેન્ટો કાર (નં.જીજે-૧૫-સીકે-૦૯૦૪)ના ચાલકનો કાબુ જતો રહેતા કાર રોડ પરથી જઈ રહેલા અજાણ્યા ૩૦થી ૩૫ વર્ષીય યુવાનને અડફટે લીધા બાદ કાર રોડ નજીક બાવળના વૃક્ષ સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત થયો હતો. અકસ્માત બાદ કાર ચાલક કાર મુકી ભાગી ગયો. હતો. જો કે યુવાનને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે જ મોત થયું હતું.

પારડીના ઉમરસાડી કોસ્ટલ હાઈવે પર દારૂ ભરી જતી કારના ચાલકે રાહદારીને અડફેટે લેતા મોત 3 - image

અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી ગયા બાદ પોલીસને જાણ કરી હતી. કારમાંથી દારૂનો જથ્થો રોડ પર ફંગોળાયો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા બાદ અજાણ્યા યુવાનની લાશનો કબજો લઈ સરકારી હોસ્પિટલમાં મોકલી દીધી હતી. કારમાં તપાસ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ.૭૧ હજારનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. બનાવ સંદર્ભે ચાલક સામે ગુનો નોંધી કાર નંબરના આધારે તેના સુધી પહોંચવા આગત્રની તપાસ આદરી છે.


Google NewsGoogle News