ઉમરગામની કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે વિસ્ફોટ થતા એકનું મોત

Updated: Oct 7th, 2023


Google NewsGoogle News
ઉમરગામની કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે વિસ્ફોટ થતા એકનું મોત 1 - image


- સાઇનોવેટિક ઈન્ડિયા મશીનરી કંપનીમાં વેસલ્સમાં ચેકિંગ કરતા ઘટના બની : બે કર્મચારીને ઇજા

વાપી,તા.7 ઓક્ટોબર 2023,શનિવાર

ઉમરગામ નવી જીઆઇડીસીમાં આવેલી કંપનીમાં આજે શનિવારે પ્રચંડ ધડાકા સાથે વિસ્ફોટ થતા આસપાસનો વિસ્તાર ધણધણી ઉઠયો હતો. આ ઘટનામાં એક કર્મચારીનું મોત અને બેને ઇજા પહોંચી હતી.

ઉમરગામની કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે વિસ્ફોટ થતા એકનું મોત 2 - image

પ્રાપ્ત માહિતિ અનુસાર ઉમરગામ નવી જીઆઇડીસીમાં વેસલ્સનું ઉત્પાદન કરતી સાઇનોવેટિક ઈન્ડિયા મશીનરી પ્રા.લિ. નામક કંપની આવેલી છે. આજે શનિવારે બપોરે કંપનીમાં તૈયાર થયેલા લોખંડના વેસલ્સનું ટેસ્ટિંગ કરાતું હતું. તે વેળા અચાનક પ્રચંડ ધડાકા સાથે વિસ્ફોટ થતા ભારો દોડધામ મચી ગઇ હતી. ધડાકાને કારણે આસપાસનો વિસ્તાર ધણધણી ઉઠતા કર્મચારી અને લોકોમાં ગભરાટ મચી ગયો હતો.

ઉમરગામની કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે વિસ્ફોટ થતા એકનું મોત 3 - image

 ઘટનાને પગલે લાશકરો અને પોલીસ દોડી ગઇ હતી. આ ઘટનામાં કંપનીના કર્મચારીનું મોત થયું હતું. જ્યારે બે કર્મચારીને ઇજા થતા હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ વિસ્ફોટને કારણે પોલીસે સલામતીના ભાગરૂપે રસ્તો બંધ કરી દીધો હતો. જીપીસીબીની ટીમ પણ પહોંચી ગઇ હતી. વિસ્ફોટને કારણે કંપનીના પતરા ઉડી જવા સાથે સ્ટકચરને નુકશાન થયું હતું. વેસલ્સના ટેસ્ટિંગ વેળા પ્રેશર વધી જતા ધડાકો થયાનું હાલ જાણવા મળી રહ્યું છે.



Google NewsGoogle News