Get The App

સેલવાસના નરોલીની કંપનીમાં ભિષણ આગ લાગતા ભાગદોડ : જાનહાની નહી

Updated: Jun 22nd, 2024


Google NewsGoogle News
સેલવાસના નરોલીની કંપનીમાં ભિષણ આગ લાગતા ભાગદોડ  : જાનહાની નહી 1 - image

Fire in Silvassa : સેલવાસના નરોલી ગામે કનાડી ફાટક નજીક આવેલી કંપનીમાં આજે શનિવારે બપોરે અચાનક આગ સળગી ઉઠી હતી. આગને પગલે ભારે દોડધામ મચી ગઇ હતી. ફાયર વિભાગના લાશ્કરોએ ભિષણ આગને કાબુમાં લેવા કવાયત આદરી હતી. કંપની પરિસરમાં આવેલી રૂમોમાંથી કર્મચારીઓને બહાર કાઢી લેવાયા હતા.

પ્રાપ્ત માહિતિ અનુસાર સેલવાસના નરોલી ગામે કનાડી ફાટક નજીક કારની સીટ બનાવતી પ્રમુખ પોલી પ્રોડક્ટ નામક કંપની આવેલી છે. આ કંપનીમાં આજે શનિવારે બપોરે અચાનક આગ સળગી ઉઠી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આખી કંપની લપેટમાં આવી ગઇ હતી. આગ લાગતા જ કંપનીના અને કંપની પરિસરમાં આવેલી રૂમમાંથી કર્મચારીને બહાર કાઢી લેવાયા હતા.

 સેલવાસના નરોલીની કંપનીમાં ભિષણ આગ લાગતા ભાગદોડ  : જાનહાની નહી 2 - image

આગ વધુ આક્રમક બનતા ધુમાડા આકાશમાં દૂર-દૂર સુધી ફેલાતા લોકોમાં ગભરાટ મચી ગયો હતો. સેલવાસ સહિતના વિસ્તારના બંબા ઘટના સ્થળે પહોંચી લાશ્કરોએ ભિષણ આગને કાબુમાં લેવા કવાયત આદરી હતી. ઘટનાની જાણ થતા નરોલી પોલીસ મથકના અધિકારી સહિત ટીમ કંપની પર દોડી ગઇ હતી. કોઇ જાનહાની થઇ નહી હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ કોઇ કારણ બહાર આવી શક્યું નથી. એફએસએલ તપાસ બાદ જ કારણ બહાર આવી શકશે.


Google NewsGoogle News