વાપીમાં કલરની કંપનીમાં આગ ભભૂકી ઉઠતાં અફરાતફરી મચી ગઈ, ફાયરની ટીમે મેજર કોલ જાહેર કર્યો
કંપનીએ તૈયાર કરેલો કલરનો જથ્થો બળીને ખાખ થઈ ગયો
આગની ઘટનામાં એક કામદારને સામાન્ય ઇજા પહોંચી
વલસાડઃ (Vapi)નવરાત્રિ ટાણે જ આગ લાગવાના બનાવ સામે આવી રહ્યાં છે. વાપી GIDCમાં થર્ડ ફેઝમાં આવેલી એક કલરની કંપનીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગવાને કારણે કંપનીમાં કામ કરતાં કામદારોમાં નાસભાગ મચી ગઈ હતી. (Fire break)આ ઘટનાની જાણ થતાં જ ફાયર (major call)વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં લેવા પ્રયત્નો શરૂ કરી દીધા હતાં. (police)પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં જ આગને લઈને ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો હતો.
કંપનીમાં કામ કરી રહેલા કામદારોમાં અફરાતફરી મચી
પ્રાપ્ત વિગતો પ્રમાણે વાપી GIDCના થર્ડ ફેઝમાં અનુપ પેન્ટ કલર કંપનીમાં અચાનક આગ લાગી હતી. આ કંપનીમાં સોલ્વન્ટ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ લાગતાં જ કંપનીમાં કામ કરી રહેલા કામદારોમાં અફરાતફરી મચી જવા પામી હતી. ઘટનાની જાણ વાપી GIDCની પોલીસ ટીમને થતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. આ ઉપરાંત ફાયરની ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવા માટે જહેમત ઉઠાવી હતી.
ફાયર વિભાગની ટીમે મેજર કોલ જાહેર કર્યો
આગ વિકરાળ હોવાથી ફાયર વિભાગની ટીમે મેજર કોલ જાહેર કર્યો હતો. કંપની ખાતે 7 જેટલી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. ખાનગી કંપનીમાં લાગેલી આગના ધૂમાડા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. કેમીકલના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ભીષણ આગ લાગતા કંપનીએ તૈયાર કરેલો કલરનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. તેમજ આગની ઘટનામાં એક કામદારને સામાન્ય ઇજા પહોંચી છે.