વાપી GIDCમાં DRIની મોટી કાર્યવાહી, રૂ.180 કરોડથી વધુનું MD ડ્રગ્સ જપ્ત કર્યું

DRIની ટીમને જપ્ત કરેલા મુદ્દામાલમાં 18 લાખ રોકડા પણ મળ્યા

Updated: Nov 6th, 2023


Google NewsGoogle News

વાપી GIDCમાં DRIની મોટી કાર્યવાહી, રૂ.180 કરોડથી વધુનું MD ડ્રગ્સ જપ્ત કર્યું 1 - image
પ્રતીકાત્મક તસ્વીર

Vapi GIDC Drugs : વાપી જીઆઇડીસીમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. DRIની ટીમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વાપીની એક કંપની કે જ્યાંથી 121 કિલોથી વધુ મેફેડ્રોન એટલે એમડી ડ્રગ્સ ઝડપ્યું છે. જેની કિંમત 180 કરોડથી વધુ છે.  DRIની ટીમે જપ્ત કરેલા મુદ્દામાલમાં 18 લાખ રોકડા પણ મળ્યા છે.    

એક વર્ષમાં 6500 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું

થોડા દિવસ પહેલા ભરૂચના વાલીયા ટાઉનમાંથી સીઆઈડી ક્રાઈમે દરોડા પાડીને ડ્રગ્સના કારોબારનો પર્દાફાશ કર્યો હતો. ત્રણ કિલોથી વધુ ડ્રગ્સ ઝડપીને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી ડ્રગ્સ ક્યાંથી લાવ્યો અને કોને આપવાનો હતો તેવી પુછપરછ હાથ ધરી છે. જેમાં સંડોવાયેલા અનેક લોકોના નામ સામે આવે તેવી શક્યતાઓ છે. એક રીપોર્ટ પ્રમાણે રાજ્યમાંથી એક વર્ષમાં 6500 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. 


Google NewsGoogle News