Get The App

ઉમરગામની સગીરા સાથે અડપલા કરનાર આરોપીને ત્રણ વર્ષની કેદની સજા

Updated: Feb 3rd, 2024


Google NewsGoogle News
ઉમરગામની સગીરા સાથે અડપલા કરનાર આરોપીને ત્રણ વર્ષની કેદની સજા 1 - image


- સન 2019માં બિલ્ડિંગમાં જ રહેતા આરોપીએ સગીરાને હોટ કીશ કરી શારીરિક અડપલા કરી દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો

વાપી,તા.03 ફેબ્રુઆરી 2024,શનિવાર

ઉમરગામ જીઆઇડીસી કોલોનીમાં રહેતી સગીરાને હોટ કીશ કરી અડપલા કર્યા બાદ દુષ્કર્મનો પ્રયાસ કરવાના ગુનામાં આરોપીને કોર્ટે ત્રણ વર્ષની કેદની સજા ફટકારતો ચુકાદો આપ્યો છે.

 કેસની વિગત એવી છે કે ઉમરગામ જીઆઇડીસી કોલોનીમાં માસીને ત્યાં રહેતી સગીરા કામિની (નામ બદલ્યું છે) ગત તા.12-8-2019ના રોજ ટયુશને ગઇ હતી. કામિની માસી કામ પર અને માસાજી બહાર ગયા હતા. કામિની ટયુશનેથી ઘરે આવ્યા બાદ બિલ્ડિંગમાં જ રહેતા પાડોશી પ્રેમકુમાર સુખદેવ શાહ કામિનીને તેના ઘરે બોલાવી હતી. પત્નીની ગેરહાજરીમાં કામવાસનામાં ચકચૂર પ્રેમએ કામિનીને હોટ કીશ કરી શારીરિક અડપલા કરી હવસ સંતોષવાનો પ્રયાસ કરતા જ કામિની ઘરે જતી રહી હતી. પ્રેમે કામિનીને કોઇને પણ જાણ કરશે તો મારી નાંખવાની ધમકી આપી હતી.

કામિનીએ આખી બીના માસી અને માસાજીને જણાવ્યા બાદ પોલીસમાં ફરિયાદ કરાયા બાદ આરોપી પ્રેમની ઘરપકડ કરાઇ હતી. પોલીસે ચાર્જશીટ દાખલ કરાયા બાદ વાપી સ્પેશિયલ કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં ડીજીપી અનિલ ત્રિપાઠીએ પિડીતા, સહિત અનેકની જુબાની લઇ પુરાવા સાથે કરેલી દલીલોને કોર્ટના જજ એમ.પી.પુરોહિતે ગ્રાહ્ય રાખી આરોપી પ્રેમ શાહને દોષી ઠેરવી ત્રણ વર્ષની કેદની સજા અને રૂ.500નો દંડ ફટકારતો મહત્ત્વનો ચુકાદો આપી આરોપીને સુરત લાજપોર જેલમાં મોકલવા હુકમ કરાયો છે.


Google NewsGoogle News