ઉમરગામના ખતલવાડામાં છેડતી કેસમાં આરોપીને એક વર્ષની કેદ

Updated: Feb 5th, 2024


Google NewsGoogle News
ઉમરગામના ખતલવાડામાં છેડતી કેસમાં આરોપીને એક વર્ષની કેદ 1 - image


- સન 2018માં આરોપી તરૂણીનો પીછો કરતી અશ્ર્લીલ શબ્દો વાપરી છેડતી કરી હેરાન કરતો હતો

વાપી,તા.05 ફેબ્રુઆરી 2024,સોમવાર

ઉમરગામના ખતલવાડા ગામે તરૂણીનો પીછો કરી અશ્ર્લીલ શબ્દોનો ઉપયોગ કરી છેડતી કરી પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરવાના ગુનામાં આરોપીને એક વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે.

 કેસની વિગત એવી છે કે ઉમરગામના ખતલવાડા ગામે રહેતા પરિવારની 17 વર્ષીય કામિની (નામ બદલ્યું છે) મે 2018માં અવારનવાર ઘરેથી મોપેડ કામ માટે જતી હતી. તે દરમિયાન ગામમાં જ રહેતા ધવલ જશવંતભાઇ કામળી પીછો કરતો હતો. કામિનીને રસ્તામાં રોકી છેડતી કરી તેની સાથે બાઇક પર બેસવા દબાણ કરતો હતો. એટલું જ નહી કામિની રસ્તા પરથી પગપાળા જતી હતી તે વેળા કામિનીને ઉભી રાખી પોતાની સાથે સંબંધ બાંધવા દબાણ કરી બળજબરીથી બાઇક પર બેસવા જણાવતા કામિની ત્યાંથી રવાના થઇ ગઇ હતી. કામિનીએ પરિવારને બીના જણાવ્યા બાદ પોલીસમાં ફરિયાદ કરાયા બાદ આરોપીની ધરપકડ કરાઇ હતી.

 પોલીસે કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ કરી દીધી હતી. વાપી પોકસો સ્પેશિયલ કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં ડીજીપી અનિલ ત્રિપાઠીએ અલગ અલગ પાસા પર કરેલી દલીલોને ગ્રાહ્ય રાખી જજ એમ.પી.પુરોહિતે આરોપી ધવલને તકસીરવાર ઠેરવી એક વર્ષની કેદની સજા અને રૂ.500નો દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે. દંડની રકમ ભરપાઇ નહી કરે તો વધુ ત્રણ માસની સજાની જોગવાઈ કરાઇ છે.


Google NewsGoogle News